Aapnu Gujarat
ગુજરાત

શહેરા તાલુકાના લાભી ગામે કાચા રસ્તાથી ગ્રામજનોને હાલાકી

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના લાભી ગામે ગુંદરા મંદિરથી કંબોપા ફળિયા સુધીના રસ્તાની બિસ્માર હાલતથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી ગયા છે તેના કારણે પારાવાર તકલીફ પડી રહી છે.
સામાન્ય દિવસો કરતા વધારે તકલીફ ચોમાસામાં ઉભી થતા કાદવકીચડનું સામ્રાજ્ય જામે છે. લાભી ગામની મધ્યમાંથી પસાર થતા માર્ગને અડીને ગુંદરા મંદિર પાસેથી જતો રસ્તો, તલાર, કંબોપા, જેસોલા તેમજ પ્રાથમિક શાળા, તળાવ ખોડીયાર માતાના મંદિર, ગામના સ્મશાન સુધી જોડે છે.
આ રસ્તો કાચો છે. ચોમાસામાં રસ્તાની હાલત બદતર થાય છે જેના કારણે ગ્રામજનોને પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખાડા પડી ગયા છે. પથ્થરો બહાર નીકળી ગયા છે. જો કોઇ વાહનચાલક ભૂલથી પડે તો તેને ગંભીર ઇજા થવાની પણ શકયતાને નકારી શકાય તેમ નથી. કાદવકીચડનું સામ્રાજ્ય જામી રહ્યુ છે. આ રોડ બનાવવા બાબતે ગ્રામસભામાં અનેક રજૂઆત લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે પણ તેનું પરિણામ જોવા મળતું નથી. જવાબદાર તંત્રને પણ આ મામલે રજુઆત કરવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે આ રોડ બનશે કે પછી લોકો રસ્તાની હાલાકી જ ભોગવતા રહેશે.?!!
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

હિંમતનગરમાં CAA અને NRCના સમર્થનમાં રેલી યોજાઇ

aapnugujarat

દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વિજયી ઉમેદવારોએ મુખ્યમંત્રી અને સી.આર.પાટલની શુભેચ્છા મુલાકાત લીધી

editor

पुलिस की ढिलाई पर जज ने कहा, सिंघम जैसे बनें अफसर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1