Aapnu Gujarat
રાષ્ટ્રીય

નવી શિક્ષણ નીતિ રાફેલ કરતા વધુ જરૂરી પરંતુ તેના અમલ અંગે ચિંતા છે : શિવસેના

શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિને લઈને ટિપ્પણી કરી છે. શિવસેનાએ લખ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી શિક્ષણ નીતિ રાફેલ ફાઈટર જેટન ખરીદી કરતા વધારે જરૂરી છે પરંતુ તેને લાગુ કરવા મામલે ચિંતા થઈ રહી છે.સંપાદકીયમાં જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ્ય નિર્ણય લીધો છે. તેમણે દેશની શિક્ષણ નીતિને સંપૂર્ણ રીતે બદલી નાંખી છે. ૩૪ વર્ષ બાદ આવું થયું છે. આ મુદ્દો રાફેલ વિમાનોથી વધારે જરૂરી છે. હવે આપણને નવું શિક્ષણ મંત્રાલય મળી ગયું છે તો નવા શિક્ષણ મંત્રી પણ મળશે. જે કોઈને પણ શિક્ષણ વ્યવસ્થા અંગે બધુ જ જાણે છે તેને આ પદ સોંપવું જોઈએ. કેટલાક લોકો એવા છે જેમને ફાયનાન્સની જાણકારી નથી કે પછી હેલ્થ સેક્ટરની જાણકારી નથી પરંતુ મંત્રાલય સોંપવામાં આવ્યા છે અને તેમણે સારું કામ કર્યું નથી.શિવસેનાએ પાંચમા ધોરણ સુધી બાળકોને તેમની માતૃભાષામાં શિક્ષણ આપવાના નિર્ણયનું સ્વાગત કર્યુ. જો કે પાર્ટીએ સવાલ ઉભા કર્યા કે આ નિયમ માત્ર સરકાર સ્કૂલો સુધી મર્યાદિત રહેશે કે પછી પ્રાઈવેટ અને મિશનરી સ્કૂલ સુધી પહોંચી શકશે?

Related posts

ઈન્દોરમાં કારની ટક્કરથી ઇમારત પડતાં ૧૦નાંમોત

aapnugujarat

नीरव की जमानत याचिका खारिज

aapnugujarat

ભૂખે ત્રણ બાળાઓનો ભોગ લીધો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1