Aapnu Gujarat
બિઝનેસ

એલઆઈસી પર એનપીએનો સંકટ

બેંકો બાદ સરકારી ક્ષેત્રની વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી)ની એનપીએમાં પણ જંગી વધારો થયો છે. ૨૦૧૯-૨૦માં એનપીએ ૮.૧૭ ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલા આ આંકડો ૬.૧૫ ટકા હતો. સ્પષ્ટ છે કે માત્ર એક જ વર્ષમાં એલઆઈસીની એનપીએમાં ૨ ટકાનો વધારો નોંધાયો છે. એલઆઈસીની કુલ સંપત્તિ ૩૧.૯૬ લાખ કરોડની થઈ ગઈ છે જેમાં નાણાંકીય વર્ષ ૨૦૧૯ની તુલનામાં સામાન્ય વધારો થયો છે. ગયા વર્ષે એલઆઈસીની સંપત્તિ ૩૧.૧ લાખ કરોડ રૂપિયા હતી.એલઆઈસીના એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું છે કે, અર્થવ્યવસ્થામાં જે સ્થિતિ પેદા થઈ છે એનપીએ તેનો જ પરિણામ છે. ખાસ કરીને કોર્પોરેટ સેક્ટરમાં ડિફોલ્ટ અને ડાઉનગ્રેડને કારણે એનપીએમાં ઘટાડો થયો છે.૨૦ માર્ચે એલઆસીની એનપીએ ૩૬,૬૯૪.૨૦ કરોડ રૂપિયા હતી જે ગયા વર્ષે ૨૪,૭૭૨.૨ કરોડ રૂપિયા હતી. આ ઉપરાંત ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૯ સુધી એલઆઈસીની એનપીએ વધીને ૩૦,૦૦૦ કરોડ સુધી પહોંચી ગઈ હતી.

Related posts

૧.૫ લાખ લોકોની ભરતી કરવા આઈટી ઉદ્યોગ તૈયાર

aapnugujarat

કોર્પોરેટ ટેક્સ ઘટાડીને ૨૫ ટકા કરવાની ખાતરી અપાઈ

aapnugujarat

चोकसी के खिलाफ ED ने दायर किया हलफनामा, कहा- भारत लाने के लिए एयर एंबुलेंस देने को तैयार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1