Aapnu Gujarat
બિઝનેસ

કોર્પોરેટ ટેક્સ ઘટાડીને ૨૫ ટકા કરવાની ખાતરી અપાઈ

જીએસટી વસુલાતના આંકડાને વધારવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વર્ષ ૨૦૧૫-૧૬ના બજેટમાં સરકારે જાહેરાત કરી હતી કે, કોર્પોરેટ રેટ ટેક્સ તબક્કાવારરીતે ૩૦ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરવામાં આવશે. સાથે સાથે કંપનીઓ સમક્ષ ઉપલબ્ધ મુક્તિની મર્યાદાને પણ તબક્કાવારરીતે દૂર કરવામાં આવશે. ફિક્કીના પ્રમુખ સંદિપ સોમાણીએ આજે કહ્યું હતું કે, સરકારે જીએસટી વ્યવસ્થામાં વસુલાતના આંકડાને સુધારવા માટે તમામ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને ૨૫ ટકા કરવાની વાત કરી હતી. બેઠક બાદ સોમાણીએ કહ્યું હતું કે, કરવેરા, જોબની સ્થિતિ અને ઔદ્યોગિક તેજીના ભાગરુપે વિવિધ મુદ્દા ઉપર ચર્ચા થઇ છે. બેઠક બાદ તેમણે એમ પણ કહ્યું હતું કે, નોકરીની તકોના મુદ્દે પણ ચર્ચા વિચારણ ાકરવામાં આવી છે. જીએસટીમાંથી રેવન્યુ વસુલાતમાં વધારો થઇ ગયા બાદ આગામી થોડાક વર્ષોમાં કોર્પોરેટ સેક્ટરના બાકી ક્ષેત્રો માટે પણ કરવેરાને તર્કસંગત બનાવવામાં આવશે. સરકારે અગાઉ કોર્પોરેટ ટેક્સના રેટમાં તબક્કાવારરીતે ઘટાડવાની વાત કરી હતી. ૨૦૧૮-૧૯ના આગામી બજેટમાં સરકારે ૨૫૦ કરોડ સુધીના ટર્નઓવર સાથેની કંપનીઓના ૨૫ ટકા ટેક્સ રેટની વાત કરી હતી. આના કારણે માઇક્રો, સ્મોલ અને મિડિયમ ઉદ્યોગ સાહસિકોને ફાયદો થશે. આની સાથે રિટર્ન દાખલ કરતી સાત લાખ કંપનીઓ પૈકીની આશરે ૭૦૦૦ જેટલી કંપનીઓ ઇન્કમટેક્સ રિટર્ન દાખલ કરે છે અને તેમના સ્લેબ ૩૦ ટકાની આસપાસ છે. ડ્યુટીના લાભ પરત ખેંચવાના અમેરિકાના નિર્ણયના કારણે પણ ભારતને અસર થઇ રહી છે. સોમાણીએ કહ્યું છે કે, સરકાર યોગ્ય પગલા લેવા જઈ રહી છે.

Related posts

FPI દ્વારા ડેબ્ટ માર્કેટમાં ૧.૨ લાખ કરોડનું રોકાણ

aapnugujarat

2019 में डाटा चोरी मामले में भारत दूसरे नंबर पर

aapnugujarat

ફેક્ટરીઓનું ઇન્સ્પેકશન હવે ઓનલાઈન થશે

editor

Leave a Comment

UA-96247877-1