Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઈન્દોરમાં કારની ટક્કરથી ઇમારત પડતાં ૧૦નાંમોત

મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં શનિવારે મોડી રાત્રે કારની ટક્કરથી એક ચાર માળની ઇમારત જે હોટલ તરીકે હતી તે ધરાશાયી થતાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થઇ ગયા છે અને ૨૦થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા છે. ધરાશાયી થયેલી ઇમારતના કાટમાળ હેઠળ મોટી સંખ્યામાં લોકો ફસાઈ ગયા છે.
આ બનાવ સરવાતે બસ સ્ટેન્ડ નજીક બન્યો હતો. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે બનાવ અંગે દુખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારના સભ્યોને બે-બે લાખ રૂપિયાની મદદ કરવાની તથા ઘાયલોને ૫૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સાક્ષીઓના કહેવા મુજબ મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. કારની ટક્કર વાગતા ચાર માળની ઇમારત ધરાશાયી થઇ હતી. આસપાસની દુકાનોને પણ નુકસાન થયું હતું. બનાવ બન્યો ત્યારે હોટલમાં કેટલા લોકો હતા તે સંદર્ભમાં માહિતી મળી શકી નથી. શિવરાજસિંહ ચૌહાણ ઉપરાંત લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજને પણ આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે. ઇજાગ્રસ્તોને તરત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

Related posts

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી : જનજીવન પર અસર

aapnugujarat

भारत में कोरोना वायरस संक्रमण के 9,110 नए मामले

editor

પત્ની કોઇ વસ્તુ નથી જેને જાગીર સમજીને પતિ પોતાની સાથે રહેવા મજબૂર કરે : સુપ્રીમ કોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1