Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જીસેટ-૬એ સાથે સંપર્ક તુટી ગયો : ઇસરો

ખુબ જ શક્તિશાળી કોમ્યુનિકેશન સેટેલાઇટ જીએસ-૬એની ગુરુવારના દિવસે લોંચીંગ બાદ એક નિરાશાજનક સમાચાર આવ્યા છે. શનિવારના દિવસે ઇસરોનો આ ઉપગ્રહ સાથે સંપર્ક તુટી ગયો હોવાના અહેવાલ મળ્યા છે. આને વૈજ્ઞાનિકોની સાથે સાથે સશસ્ત્ર સેનાઓ માટે પણ એક મોટા ફટકા સમાન ગણવામાં આવે છે. ભારતીય સેના માટે દૂરસંચાર સેવાઓને મજબૂત કરનાર આ મહત્વકાંક્ષી જીસેટ-૬એનું ગુરુવારના દિવસે સાંજે હરિકોટાના લોંચ સેન્ટરથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જો કે, ૪૮ કલાકથી પણ ઓછા સમયની અંદર આ મિશનને મોટો ફટકો પડ્યો છે. ઇસરો તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સફળતાપૂર્વક ઘણા સમય સુધી ફાયરિંગ બાદ સેટેલાઇટ ત્રીજા અને ચોથા તબક્કા હેઠળ પહેલી એપ્રિલ ૨૦૧૮ના દિવસે સામાન્ય ઓપરેટિંગ પ્રક્રિયામાં રહયા બાદ તેની સાથે સંપર્ક તુટી ગયો છે. સેટેલાઇટ જીસેટ-૬એ સાથે ફરી લીંક માટે પ્રયાસ થઇ રહ્યા છે. સૂત્રોના કહેવા મુજબ પાવર સિસ્ટમ ફેલ થવાના કારણે સંપર્ક તુટી ગયો છે. ગુરુવારના દિવસે લોંચિંગ બાદ પરિભ્રમણ ઓપરેશનની પ્રક્રિયા શુક્રવારે સવારે સફળરીતે પૂર્ણ કરાઈ હતી. ઉપગ્રહોના પૃથ્વીની નજીક અને સૌથી દૂરના સ્થળોને બદલી કાઢવા માટેની પ્રક્રિયા પણ પૂર્ણ કરી લેવાઈ હતી. લિક્વિડ એપોજીમીટર એન્જિન પણ તે વખતે કામ કરી રહ્યું હતું. પ્રથમ ઓપરેશન સફળ રહ્યું હતું. કોમ્યુનિકેશન સેટેલાઇટ નિર્ધારિત જગ્યાએ પહોંચી ગયા બાદ આ સંપર્ક તુટ્યો છે. સેટેલાઈટની કુશળતાને લઇને ગુરુવારે સવારે ૯.૨૨ વાગ્યાની આસપાસ નવી વિગતો સપાટી ઉપર આવી હતી. ભારતે ૨૯મી માર્ચના દિવસે દૂરસંચારના ક્ષેત્રમાં વધુ એક મોટી સફળતા અને ઐતિહાસિક સિદ્ધિ હાસલ કરી હતી. ભારતના દમદાર દૂરસંચાર સેટેલાઇટ જીસેટ-૬એને આજે ખુબ જ ઉત્સુકતાપૂર્વક અને ઉત્તેજનાપૂર્ણ માહોલમાં શ્રીહરિકોટાના અંતરિક્ષ લોંચ કેન્દ્રથી લોંચ કરવામાં આવ્યા બાદ ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. ૪૧૪૦ કિલો વજનના જીસેટ-૬એ દૂરસંચાર સેટેલાઇટને લઇ જવાવાળા જીએસએલવી એમકે-૨ને શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેશ સેન્ટરથી બીજા લોંચપેડથી લોંચ કરવામાં આવ્યા બાદ ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. આ યાને ૧૨મી ઉંડાણ ભરી હતી. સાત મહિનાના ગાળામાં જ ભારતને બીજી નિષ્ફળતા મળી હોવાના અહેવાલ મળી રહ્યા છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ઇસરોને તેના નેવિક સ્પેર સેટેલાઇટને ગુમાવી દેવાની ફરજ પડી હતી. એ વખતે હિટશિલ્ડ અંતરિક્ષમાં પહોંચ્યા બાદ ન ખુલતા આ નિષ્ફળતા હાથ લાગી હતી. જીસેટ-૬એ મોબાઇલ ફોન ઉપર એસબેંક સ્પેક્ટ્રમ અતિઝડપથી હાસલ કરવાની દિશામાં મોટી પહેલ હતી. આની અવધિ ૧૦ વર્ષની હતી. ઓગસ્ટ ૨૦૧૫માં ઇસરોએ જીસેટ-૬ને સફળરીતે લોંચ કર્યા બાદ તેની જગ્યાએ જીસેટ-૬એને લોંચ કરવામાં આવ્યા બાદ આ નિષ્ફળ મળી હોવાના અહેવાલ મળ્યા છે.

Related posts

केंद्रीय मंत्री गडकरी बोले, ग्रामीण और कृषि अर्थव्यवस्था आत्मनिर्भरता के लिए है महत्वपूर्ण

editor

શારદા ચીટ ફંડ કૌભાંડ : કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની સતત બીજા દિવસે પૂછપરછ થઈ

aapnugujarat

કેરળમાં ૬ જૂને ચોમાસું બેસશે : હવામાન વિભાગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1