Aapnu Gujarat
રાષ્ટ્રીય

બેંગ્લોરમાં લાઈવ સેક્સનો કારોબાર ઝડપથી ફેલાયો

બેંગ્લોરમાં તાજેતરના સમયમાં લાઈવ સેક્સનો કારોબાર ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ કારોબારની ટિકા થઇ રહી છે પરંતુ આનાથી ઝડપથી પૈસા બની રહ્યા છે. સાયબર સિટી બેંગ્લોરમાં આ પ્રકારના કારોબારની બોલબાલા દેખાઈ રહી છે. હાલમાં જ એક દંપત્તિએ ત્રણ વર્ષ પહેલા લગ્ન કર્યા બાદ પોતાની સેક્સ લાઈફને રોમાંચક બનાવવા માટે પોતાના અંગત પળોને ઇન્ટરનેટ ઉપર લાઇવ કરવાની શરૂઆત કરી હતી. તેમનો આ શો ધીમે ધીમે લોકપ્રિય થવા લાગ્યો હતો અને લોકો તેમનાથી સંપર્ક કરવા લાગ્યા હતા. લોકો સંપર્ક કરીને એક ખાસ સ્થિતિ સુધી સેક્સ સંબંધો માટે પણ અપીલ કરતા હતા અને પૈસા ચુકવવાની તૈયારી દર્શાવતા હતા. શરૂઆતમાં આ બાબત વિચિત્ર લાગી હતી પરંતુ શરૂઆતમાં આ દંપત્તિએ કપલ્સ અને એકલી રહેતી મહિલાઓની સાથે લાઇવ વિડિયો શેયર કરવામાં આવ્યા હતા. આના માટે પૈસા લેવામાં આવતા હતા. નામ જાહેર નહીં કરવાની શરતે આ દંપત્તિનું કહેવું છે કે, તેમના લાઈવ સેક્સને જોવા માટે ચાહકોને ત્રણ હજાર રૂપિયા ચુકવવા પડે છે. આ દંપત્તિ સેક્સ ગાળા દરમિયાન માસ્કનો ઉપયોગ કરે છે જેથી તેમની ઓળખ જાહેર થઇ રહી નથી. જાણકાર લોકો કહે છે કે, રોમાંચ માટે આ કારોબારમાં યુવતીઓ પણ સામેલ થઇ રહી છે. બેંગ્લોરમાં ઇન્ટરનેટની સુવિધા ખુબ જ સરળ રીતે ઉપલબ્ધ છે. બેંગ્લોરમાં રહેતી અને બહારથી આવેલી કેટલીક યુવતીઓ બ્યુટિશિયન તરીકે કામ કરે છે અને આ યુવતીઓ ઇન્ટરનેટ ઉપર એડલ્ટ ચેટરુમ ઉપર પહોંચે છે અને સંભવિત કસ્ટમરો સાથે વાત કરવામાં આવે છે. ગુગલ હેંગઆઉટ થવા તો સ્કાઇપ મારફતે લાઈવ શો યોજવામાં આવે છે. ૪૫ મિનિટના ન્યુડ શો અને અશ્લિલ વાતો માટે ૧૫૦૦ રૂપિયા આ પ્રકારની યુવતીઓ મેળવી લે છે. કાયદાકીય નિષ્ણાતોના કહેવા મુજબ ઓનલાઈન સેક્સ વેચવાની બાબત એક અપધાધ સમાન છે પરંતુ પોલીસ સાયબર વિભાગ અન્ય અપરાધોના બોજ હેઠળ છે. તેમની પાસે સમય નથી. સાયબર ક્રાઈન્મ ડિવિઝનની રચના એક વર્ષની ંદર જ ૪૦૦૦ એફઆઈઆર દાખલ કરવામાં આવી ચુકી છે. આમા વેબકોમ મારફતે સેક્સ વેચવાની એફઆઈઆર પણ સામેલ છે. અધિકારીઓના કહેવા મુજબ ઇવોલેટ આવી ગયા બાદ આ કારોબારમાં તેજી આવી છે. આરોગ્ય સાથે જોડાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે, વેબકેમ મારફતે લાઈવ સેક્સ નિહાળવાની બાબત આવનાર સમયમાં એક વિકૃત ટેવમાં બદલાઈ શકે છે. તબીબોના કહેવા મુજબ લોકોમાં વેબકેમ મારફતે એક વાસ્તવિક વ્યક્તિને સેક્સ સંબંધો સ્થાપિત કરવાના મામલામાં ઝડપથી તેજી આવી છે. સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટની આમા ભૂમિકા રહેલી છે. લાંબા સમય સુધી આ પ્રકારની ચીજો નિહાળવાથી વિકૃત ટેવમાં ફેરવવાની દહેશત રહેલી છે.

Related posts

ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં ૩૯ના મોત

aapnugujarat

CCD રેડ : ૬૫૦ કરોડની બિનહિસાબી આવક શોધાઈ

aapnugujarat

करनाह में पाकिस्तान ने किया संघर्षविराम का उल्लंघन

editor

Leave a Comment

UA-96247877-1