Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

CCD રેડ : ૬૫૦ કરોડની બિનહિસાબી આવક શોધાઈ

ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી એસએમ કૃષ્ણાના કારોબારી જમાઈ વીજી સિદ્ધાર્થ સાથે સંબંધિત સ્થળો ઉપર દરોડાની પ્રક્રિયાને પરિપૂર્ણ કરી લીધી છે. આ દરોડાની કાર્યવાહી દરમિયાન ૬૫૦ કરોડ રૂપિયાની ગેરકાયદે આવક શોધી કાઢવામાં આવી હોવાનો ધડાકો કરવામાં આવ્યો છે. સિદ્ધાર્થ કોફી ડેના સ્થાપક માલિક પૈકીના એક છે જે દેશની સૌથી મોટી કોફી રિટેલ ચેઇન તરીકે છે. આઈટી વિભાગના જનસંપર્ક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, આવક વેરા વિભાગે સિદ્ધાર્થ સાથે સંબંધિત બિનહિસાબી આવક પૈકી ૬૫૦ કરોડ રૂપિયાની આવક મળી આવી છે. ઇન્કમટેક્સ વિભાગે સતત ચાર દિવસ સુધી જોરદાર દરોડા પાડીને ખળભળાટ મચાવ્યો હતો. ઇન્કમટેક્સ વિભાગના પીઆર ઓફિસ તરફથી જારી કરવામાં આળેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કોફી, ટ્યુરિઝમ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને અન્ય સંબંધિત ક્ષેત્રોને આવરી લેતા આ ગ્રુપ ઉપર સર્ચની કામગીરી સતત ચાલી હતી. ૬૫૦ કરોડ રૂપિયાથી વધુની બિનહિસાબી આવક શોધી કાઢવામાં આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. આ બિનહિસાબી આવકનો આંકડો અપેક્ષા કરતા વધારે હોઈ શકે છે. કારણ કે, અન્ય કાયદા કાનૂનોનો ભંગ પણ કરવામાં આવ્યો છે. ગુરુવારના દિવસે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવીહતી. બેંગ્લોર, હસન, ચેન્નાઈ, મુંબઈ સહિત દેશમાં આશરે ૨૫ સ્થળો ઉપર સિદ્ધાર્થ સાથે જોડાયેલી સંપત્તિઓ ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સર્ચની કામગીરી તેમની ઓફિસ અને આવાસ ઉપર પણ હાથ ધરવામાં આવી હતી. મલ્ટીપલ કંપનીઓને આમા આવરી લેવામાં આવી હતી. આઈટી અધિકારીઓની ટીમે બેંગ્લોરમાં કોફી ડે સ્કેવર ઉપર દરોડા પાડ્યા હતા. કાફે કોફી ડેના હેડક્વાર્ટર તરીકે કોફી ડે સ્કેવરને ગણવામાં આવે છે. ત્યારબાદ બેંગ્લોરમાં પણ દરોડાની કાર્યવાહી આગળ વધી હતી. કોફી ગ્લોબલ લિમિટેડની ઓફિસમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. તેમની કોફી એસ્ટેટ ઓફિસની બે ઓફિસ, રેસિડેન્ટલ સ્કૂલ અને સેરાઈ રિસોર્ટ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. કર્ણાટકના ઉર્જામંત્રી ડીકે શિવકુમાર સામે જે રીતે કાર્યવાહી કરવામાં આવી હતી તે રીતે જ આ કાર્યવાહી કરાઈ હતી. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં એસએમ કૃષ્ણાના જમાઈ સામે તપાસની પ્રક્રિયા આગળ વધી હતી. આ કાર્યવાહીના કારણે રાજકીય ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, રાજકીય હરીફોને ટાર્ગેટ કરવા તપાસ સંસ્થાઓનો દુરુપયોગ ભાજપના નેતૃત્વમાં સરકાર દ્વારા કરાઈ રહ્યો છે.

Related posts

उन्नाव कांड : सीबीआई नार्को जांच कराने पर विचार कर रही है

aapnugujarat

J&K में भारत के खिलाफ प्रोपेगेंडा चलाने वाले 8 ट्विटर अकाउंट बंद करने की सिफारिश

aapnugujarat

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું નિધન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1