Aapnu Gujarat
રાષ્ટ્રીય

ટેરર ફંડિંગમાં પીએચડી સ્કોલરની વિરૂદ્ધ સમન્સ

નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ હવે જમ્મુ કાશ્મીર ટેરર ફંડિંગ કેસના સંદર્ભમાં પુછપરછ માટે કાશ્મીર યુનિવર્સિટીના પીએચડી વિદ્યાર્થી આલા ફાઝિલ અને હુર્રિયતના બે નેતાઓ અબ્દુલ હમીદ અને વાલી મોહમ્મદ સામે સમન્સ જારી કર્યા છે. નવેસરથી સમન્સ જારી કરવામાં આવ્યા બાદ કાશ્મીર ટ્રેડર્સ બોડીએ હડતાળની હાકલ કરી છે. કાશ્મીર ટ્રેડર્સ એન્ડ માર્કેટિંગ ફેડરેશનના વડા યાસીન ખાન સામે પણ સમન્સ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બે હુર્રિયત નેતા અબ્દુલ હમીદ અને વાલી મોહમ્મદ સામે પણ સમન્સ જારી કરવામાં આવ્યા છે. કાશ્મીર બાર એસોસિએશનના પ્રમુખ મિયાંકયુમ સામે પણ સમન્સ જારી કરવામાં આવી ચુક્યા છે. એનઆઈએ દ્વારા ૩૦મી મેના દિવસે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અલગતાવાદીઓ અને કટ્ટરપંથીઓ સામે સકંજો મજબૂત કરવામાં આવી રહ્યો છે.

Related posts

રાજસ્થાનનાં કુંભલગઢમાં મતદારોનો અનેરો ઉત્સાહ

aapnugujarat

मोदी जी सवालों का सामना करो, देश आपसे बहुत कुछ पूछ रहा है : राहुल गांधी

editor

નાગિને નાગના મોતનો 24 કલાકમાં લીધો બદલો!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1