Aapnu Gujarat
રાષ્ટ્રીય

કાશ્મીરમાં ત્રાસવાદીઓને ઠાર કરાતા અનેક જગ્યાએ પથ્થરમારો

જમ્મુ કાશ્મીરમાં સેના અને સુરક્ષા દળોએ ત્રણ મોટા ઓપરેશન પાર પાડીને ૧૨ આતંકવાદીઓને ઠાર મારી દીધા બાદ સોપિયન વિસ્તારમાં ઘણી જગ્યાઓએ સ્થાનિક લોકોએ તોડફોડ કરી છે. તમામ ત્રાસવાદીઓ સ્થાનિક હોવાથી ખીણમાં વિરોધ પ્રદર્શનની શરૂઆત થઇ હતી. સોપિયનમાં સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો હતો જેમાં ૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે. દેખાવકારોને દૂર કરવા માટે પેલેટગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખીણમાં વિરોધ પ્રદર્શનની સ્થિતિને ધ્યાનમાં લઇને અનેક જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષા દળો અને નાગરિકો વચ્ચે સંઘર્ષની શરૂઆત થતાં સ્થિતિ તંગ થઇ ગઇ હતી.
પોલીસના કહેવા મુજબ દ્રગડ, કચ્છદુરા અને સુગાન ગામમાં દેખાવકારોએ સુરક્ષા દળો ઉપર પથ્થરમારો કર્યો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ ટીયરગેસના સેલ છોડ્યા હતા. પેલેટગનનો મારો ચલાવ્યો હતો. સોપિયન જિલ્લા હોસ્પિટલના તબીબોના કહેવા મુજબ ઘણા લોકોને શ્રીનગરમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક ત્રાસવાદીઓને ઠાર કરાયા બાદ સોપિયન, અનંતનાગ, કુલગામ અને પુલવામામાં સ્થિતિ વિસ્ફોટક બની ગઈ હતી. સોપિયન એન્કાઉન્ટરના સમયે પથ્થરબાજોએ પથ્થરમારો ચલાવ્યો હતો. સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં દ્રગડ અને કચ્છદુરામાં એક-એક નાગરિકનું પણ મોત થયું છે. પથ્થરબાજી કરી રહેલા ૩૧ લોકોને ઇજા થઇ હોવાના સમાચાર મળી રહ્યા છે. માર્યા ગયેલા ત્રાસવદીઓના મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યા છે. સ્થાનિક લોકોમાં કટ્ટરપંથીઓ ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરી રહ્યા છે.

Related posts

પ્રશાંત કિશોર નીતિશ કુમારને મળ્યા

aapnugujarat

ગૌપૂજક પીએમ મોદી અને હિંદુઓથી ભારતને આઝાદ કરાવીશુંઃ ઝાકિર મુસા

aapnugujarat

बिजली की मांग में गिरावट बढ़ी

editor

Leave a Comment

UA-96247877-1