Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

કંપનીઓ નંબર પ્લેટ સાથેની કાર લાવશે : ગડકરી

વાહન બનાવનાર કંપનીઓ ટૂંક સમયમાં જ નંબરપ્લેટ લાગેલી કાર લાવશે. વાહનોની કિંમતમાં નંબર પ્લેટની કિંમતને સામેલ કરી લેવામાં આવશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ આ મુજબની માહિતી આપી છે. વાહનોના નંબર પ્લેટ હાલના સમયમાં જુદા જુદા રાજ્યો દ્વારા જુદી જુદી નક્કી કરવામાં આવેલી એજન્સીઓ પાસેથી ખરીદવામાં આવી છે. ગડકરીનું કહેવું છે કે, લાયસન્સ પ્લેટ જેને સાદી ભાષામાં નંબર પ્લેટ કહેવામાં આવે છે. વાહનની નોંધણી નંબર લખીને વાહનમાં ગોઠવવામાં આવે છે. ગડકરીનું કહેવું છે કે, અમે મહત્વપૂર્ણ નિર્ણય કરવા જઈ રહ્યા છે. હવે મેન્યુફેક્ચર્ડ પ્લેટ લગાવીને આપશે અને તેના પર અક્ષરોને સપાટી ઉપર લાવવાનું કામ મોડેથી મશીન મારફતે કરવામાં આવશે. પ્લેટની કિંમતને કારની કિંમતમાં સામેલ કરવામાં આવશે. આનાથી લોકોને ચોક્કસપણે રાહત મળશે. મંત્રીએ કહ્યું હતું કે, નવી ટેકનોલોજીવાળી નંબર પ્લેટનો હેતુ માત્ર ખરીદનારને રાહત આપવાનો રહ્યો નથી કારણ કે આના કારણે જુદા જુદા રાજ્યોમાં નંબર પ્લેટ એક સમાન રહેશે. રાજ્યો દ્વારા જે નંબર પ્લેટ ખરીદવામાં આવે છે તેની કિંમત ૮૦૦ રૂપિયાથી લઇને ૪૦૦૦૦ સુધી હોય છે. હાલમાં નંબર પ્લેટ અથવા લાયસન્સ પ્લેટ સંબંધિત રાજ્યોના જિલ્લા સ્તરીય આરટીઓ દ્વારા જારી કરવામાં આવે છે. ગડકરીએ કહ્યું હતું કે, જ્યાં સુધી વાહનોની સુરક્ષાનો પ્રશ્ન છે. આની સાથે કોઇ બાંધછોડ કરવામાં આવશે નહીં. વાહન સસ્તા હોય કે મોંઘા હોય નિયમ તમામ લોકો માટે એક સમાન રહેશે. સુરક્ષા સાથે કોઇ બાંધછોડ કરાશે નહીં. સસ્તા વાહનો માટે જે સુરક્ષા નિયમો રહેશે તે જ સુરક્ષા નિયમો મોંઘી ગાડીઓ માટે રહેશે.

Related posts

મોસ્ટ પાવરફુલ બિઝનેસ વુમનની યાદીમાં ઇન્દ્રા નૂઈ, ચંદા કોચર, શિખા શર્માનો પણ સમાવેશ કરાયો

aapnugujarat

મંદી ઉપર બ્રેક : સેંસેક્સમાં ૨૨ પોઇન્ટનો સુધારો

aapnugujarat

કમલનાથ મંત્રીમંડળમાં ૨૮ ધારાસભ્યને મંત્રી બનાવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1