Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

મંદી ઉપર બ્રેક : સેંસેક્સમાં ૨૨ પોઇન્ટનો સુધારો

શેરબજારમાં આજે જોરદાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું પરંતુ કારોબારના અંતે ફ્લેટ સ્થિતિ રહી હતી. ટીસીએસે ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન નવી ઉંચી સપાટી હાસલ કરી હતી અને તેના શેરની કિંમત ૧૮૪૯ સુધી પહોંચી હતી. આઈટીની મહાકાય કંપનીએ પ્રતિ શેર ૨૧૦૦ રૂપિયાની કિંમતમાં ૭૬.૧૯ મિલિયન ઇક્વિટી શેર ફરી ખરીદી લેવાની દરખાસ્તને લીલીઝંડી આપી હતી. આજે કારોબારના અંતે સેંસેક્સ ૨૨ પોઇન્ટ ઉછળીને ૩૫૬૨૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૦ પોઇન્ટ ઉછળીને ૧૦૮૧૮ની ઉંચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં બે ટકાનો ઉછાળો રહ્યો હતો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં બે ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો. ટીસીએસ અને ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં બે ટકાથી પણ વધુનો ઉછાળો નોંધાયો હતો. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેટલીક ચીજવસ્તુઓ ઉપર ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો છે તેની અસર પણ જોવા મળી છે. મૂડીરોકાણકારો ફેડ પોલિસીના નિર્ણયને લઇને પણ આશ્ચર્યચકિત છે. ફેડ દ્વારા રેટમાં ૨૦૧૫ બાદથી સાતમી વખત વધારો કરવામાં આવ્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮ના ચોથા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ) માટેના દેશના જીડીપી ગ્રોથ રેટના આંકડા હાલમાં જારી કરવામાં આવ્યા હતા. જીડીપી ગ્રોથ રેટ ૭.૭ ટકા રહ્યો છે જે નોટબંધી બાદથી સૌથી ઉંચો દર છે. સરકારને આનાથી મોટી રાહત થઇ છે. ભારતે આ મામલામાં ચીનને પણ પછડાટ આપી દીધી છે.ચીનનો ગ્રોથ રેટ ૬.૮ ટકાનો રહ્યો છે. સંપર્ણ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે ગ્રોથરેટ ૬.૭ ટકાનો રહ્યો છે. છેલ્લા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર) માટ ગ્રોથરેટ ૭.૨ ટકાથી સુધારીને ૭ ટકા કરવામાં આવ્યો હતો. ગયા સપ્તાહમાં પોલીસી સમીક્ષા જારી કરવામાં આવી હતી. જેમાં વ્યાજદરમાં અથવા તો રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થઇ ગયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સત્તામાં આવ્યા બાદ એટલે કે સાડા ચાર વર્ષના ગાળામાં રિઝર્વ બેંક દ્વારા પ્રથમ વખત રેટમાં વધારો કરવામાં આવ્યો હતો. રિવર્સ રેપોરેટ હવે વધારી દેવામાં આવ્યો હતો. જો કે, કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) અને એસએલઆરને ક્રમશઃ ૪ અને ૧૯.૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરાયો હતો.આ નાણાંકીય વર્ષની આ બીજી એમપીસીની દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા હતી.જાન્યુઆરી ૨૦૧૪માં આરબીઆઈએ છેલ્લી વખતે રેપોરેટમાં વધારો કર્યો હતો અને તે વખતે રેટ આઠ ટકા હતો ત્યારબાદથી રેટને ઘટાડવામાં આવી રહ્યો હતો.ગઇકાલે ગુરૂવારના દિવસે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૧૩૯ પોઇન્ટ ઘટીને ૩૫૬૦૦ની નીચી સપાટએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૪૯ પોઇન્ટ ઘટીને ૧૦૮૦૮ની સપાટીએ રહ્યો હતો.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

ભૈયુજી મહારાજ પંચમહાભૂત વિલિન

aapnugujarat

महबूबा मुफ्ती को पार्टी टूटने का डर

aapnugujarat

રાષ્ટ્રપતિની ચૂંટણીની ગરમી વચ્ચે અમિત શાહની ઉદ્ધવની સાથે ચર્ચા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1