Aapnu Gujarat
બિઝનેસ

મોસ્ટ પાવરફુલ બિઝનેસ વુમનની યાદીમાં ઇન્દ્રા નૂઈ, ચંદા કોચર, શિખા શર્માનો પણ સમાવેશ કરાયો

મોસ્ટ પાવરફુલ વુમનની યાદીમાં બે ભારતીય મહિલા ચંદા કોચર અને શિખા શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોર્ચ્યુન મેગેઝિન દ્વારા આ યાદી જારી કરવામાં આવી છે. યુએસ એડિશન લિસ્ટમાં ઇન્દ્રા નૂઈ ટોપ ક્રમમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. ફોર્ચ્યુને ૧૭માં વર્ષે અમેરિકાની બહાર સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી જાહેર કરી દીધી છે. અમેરિકાની બહાર કરોબારમાં મોસ્ટ પાવરફુલ વુમનની યાદીમાં બાંકો સેન્ટેટેન્ડર ગ્રુપના કારોબારી ચેરમેન અના બોટીન આગળ નિકળી ગયા છે. જ્યારે આઈસીઆઈસીઆઈ બેંકના ચંદા કોચર પાંચમાં સ્થાને છે. એક્સિસ બેંકના શિખા શર્મા ૨૧માં ક્રમ ઉપર છે. પેપ્સીકોના ચેરમેન અને સીઈઓ ઇન્દ્રા નૂઈ યાદીમાં બીજા સ્થાને રહ્યા છે.
જનરલ મોટર્સના ચેરમેન અને સીઈઓ મેરી બારા પણ ટોપમાં સામેલ છે. લોકહિડ માર્ટિનના સીઈઓ અને પ્રમુખ મેર્લિન હેસન યાદીમાં ત્રીજા ક્રમે છે. આઈસીઆઈસીઆઈ બેંકના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટરે કહ્યું છે કે, છેલ્લા આઠ વર્ષથી ભારતની સૌથી મોટી ખાનગી બેંકનું નેતૃત્વ તેઓ કરી રહ્યા છે. આ યાદીમાં જીએસકેના સીઈઓ વાલનેસ્લી બીજા ક્રમે છે. ૫૦ ગ્લોબલ બિઝનેસ વુમન ૧૭ દેશોની છે જેમાં આ વર્ષે ૧૧ નવી ઉમેરાઈ ગઈ છે. અમેરિકાની યાદીમાં ૨૬ સીઈઓ છે. જે માર્કેટ કેપમાં ૧.૧ ટ્રિલિયન ડોલરનું રોકાણ ધરાવે છે. યાદીમાં ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં રહેલી મહિલાઓ સૌથી આગળ રહી છે. વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓ જે કારોબારના ક્ષેત્રમાં રંગ જમાવી રહી છે તેમાં ભારતની ઇન્દ્રા નૂઈ, ચંદાકોચર પણ સામેલ છે. શિખા શર્મા પણ સ્થાન જાળવવામાં સફળ રહી છે.

Related posts

કારનું વેચાણ ધીમું પડ્યું, પેસેન્જર વ્હિકલ્સમાં વૃદ્ધિ

aapnugujarat

बैंकों के समक्ष एनपीए का जोखिम बढ़ा : मूडीज

aapnugujarat

Jio के टैरिफ बढ़ाने सेग्राहकों को लगेगा झटका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1