Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

માલેગાંવ બ્લાસ્ટ : રમેશ ઉપાધ્યાયને અંતે જામીન

માલેગાંવ બ્લાસ્ટના આરોપી મેજર રમેશ ઉપાધ્યાયને મુંબઈ હાઇકોર્ટે જામીન આપી દીધા છે. અગાઉ ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટે ૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટમાં મુખ્ય આરોપી લેફ્ટી કર્નલ પ્રશાંત શ્રીકાંત પુરોહિતને જામીન આપીદીધા હતા. માલેગાંવ બ્લાસ્ટમાં સાત લોકોના મોત થયા હતા. નેશનલ ઇન્વેસ્ટીગેશન કોર્ટ દ્વારા ૧૯મી સપ્ટેમ્બરના દિવસે બ્લાસ્ટ કેસમાં સુધાકર ચતુર્વેદી અને સુધાકર દ્વિવેદીને જામીન આપ્યા હતા. ૨૯મી સપ્ટેમ્બર ૨૦૦૮ના દિવસે પ્રચંડ બોંબ બ્લાસ્ટ થયો હતો. માલેગાંવમાં નૂરાજી મસ્જિદ નજીક બ્લાસ્ટ થયો હતો જેમાં છના મોત થયા હતા અને ૧૦૦ લોકો ઘાયલ થયા હતા. ૪૦૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી જેમાં આક્ષેપ કરાયો હતો કે, માલેગાંવ બ્લાસ્ટ ખુબ જ યોજનાપૂર્વક કરાયો હતો. મોટી સંખ્યામાં મુસ્લિમ વસ્તી હોવાના કારણે બ્લાસ્ટ ટાર્ગેટ તરીકે માલેગાંવની પસંદગી કરવામાં આવી હતી. સહ આરોપી તરીકે સાધ્વી ઠાકુર, પુરોહિત અને અન્યોના નામ આવ્યા હતા. ૨૦૧૬માં એનઆઈએ દ્વારા ઠાકુરને ક્લીનચીટ મળી ગઈ હતી. અત્રે નોંધનીય છે કે, ૨૧મી ઓગસ્ટના દિવસે સનસનાટીપૂર્ણ ૨૦૦૮ના માલેગાવ બ્લાસ્ટ કેસમાં આરોપી કર્નલ પ્રસાદ પુરોહિતને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી દીધી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળતા તેમના સમર્થકોમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતું. સુપ્રીમ કોર્ટે છેલ્લા નવ વર્ષથી જેલમાં રહેલા કર્નલ પુરોહિતને જામીન આપી દીધા હતા. આ અગાઉ ૧૭મી ઓગષ્ટના દિવસે આ મામલાની સુનાવણી પૂર્ણ કરીને સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. બીજી બાજુ બોંબ બ્લાસ્ટના પીડિતો પૈકીના એક નિસાર અહેમદ હાજી બિલાલે સાધ્વીને જામીન આપવાના મુંબઈ હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેંક્યો હતો. તેમનો આક્ષેપ હતો કે, સાધ્વી પ્રજ્ઞા તાકાતવર શખ્સ છે અને મામલાઓમાં સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે સાધ્વીને જામીન આપવાના હાઈકોર્ટના ૨૫મી એપ્રિલના દિવસના આદેશ પર સ્ટે મુકી દેવાનો અનુરોધ કર્યો હતો. એનઆઈએ દ્વારા પુરોહિતના મામલામાં રજૂ કરવામાં આવેલા જવાબમાં કહેવામાં આવ્યું હતું કે, તેમની સામે પુરતા પુરાવા છે જ્યારે ઠાકુરની સામે કોઇ પુરાવા નથી. સુપ્રીમ કોર્ટે પાંચમી મેના દિવસે પુરોહિતની જામીન અરજી ઉપર રાષ્ટ્રીય તપાસ સંસ્થા અને મહારાષ્ટ્ર સરકાર પાસેથી જવાબની માંગ કરી હતી.

Related posts

૩ કરોડ મેળવવા પત્નીએ કરી પતિની હત્યા

editor

લોકો ભાજપને મત નહીં આપવાની વાત કરે છે ત્યારે દુઃખ થાય છે : મેનકા ગાંધી

aapnugujarat

नवंबर में SBI वसूलेगा 700 करोड़ रुपए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1