Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકો ભાજપને મત નહીં આપવાની વાત કરે છે ત્યારે દુઃખ થાય છે : મેનકા ગાંધી

કેન્દ્રીય મંત્રી ચૂંટણી પ્રચાર દરમિયાન ફરી એક વાર વિવાદાસ્પદ ટિપ્પણ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, દુઃખ થાય છે જ્યારે જાહેરમાં લોકો કહી દે છે કે કમળને મત નહીં આપે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે અમે કામ કરીએ છીએ, ત્યારે અમે બધા માટે કામ કરીએ છીએ. કામ કરતી વખતે કમળના ફૂલ વિશે કોઇ નથી વિચારતું પરંતુ જ્યારે મત આપવાની વાત આવે છે ત્યારે લોકો કહે છે કે મને વોટ નહીં આપે કેમકે તેઓ કમળના ફૂલને મત નથી આપવા માંગતા. મેનકા ગાંધીએ અગાઉ સુલ્તાનપુર જિલ્લાના તુરાબખાની વિસ્તારમાં લઘુમતિ સુમદાયને ધમકી ભર્યા સ્વરમાં જણાવ્યું હતું કે, હું તો ચૂંટણી જીત રહી છું તેવામાં તમે મારો સાથ આપજો નહીં તો કાલે જ્યારે કામ કરાવવા આવશો તો સમજી લેજો હું શું કરીશ. હું કોઇ મહાત્મા ગાંધીની છઠ્ઠી ઔલાદ નથી. ચૂંટણી પંચે તેમના આ નિવેદનને ધ્યાનમાં લઇને તેમના ચૂંટણી પ્રચાર પર ૪૮ કલાકનો પ્રતિબંઘ મૂક્યો હતો.

Related posts

માનહાનિના કેસમાં જેટલીએ કેજરીવાલની માફી સ્વીકારી

aapnugujarat

ત્રાસવાદને સમર્થન આપનાર બધાં કાશ્મીરી યુવાનો સામે સેનાની લાલ આંખ

aapnugujarat

प्रधानमंत्री तीन देशों की यात्रा पर रवाना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1