Aapnu Gujarat
રમતગમત

હાર્દિકે પોતાની ખાસ રમતથી બધાને પ્રભાવિત કર્યા : દ્રવિડ

પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડને લાગે છે કે, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ઓસ્ટ્રેલિયાની સામે વર્તમાન શ્રેણીમાં પરિસ્થિતિની માંગ મુજબ રમીને પોતાની કેરિયરમાં નવો વળાંક લાવી દીધો છે. વિજયવાડામાં ન્યુઝીલેન્ડ એ સામે ભારત એની ટેસ્ટ મેચ દરમિયાન રાહુલે કહ્યું હતું કે, હાર્દિક પંડ્યા કોઇપણ પરિસ્થિતિમાં રમવા માટે તૈયાર રહે છે. તે પોતાની વિશેષ રમત રમે છે. જેને લઇને અમે હમેશા વાત કરતા રહીએ છીએ. પંડ્યાને સંપૂર્ણ ક્રેડિટ મળવી જોઇએ. દ્રવિડે કહ્યું હતું કે, તે એવા ખેલાડી તરીકે છે જે પોતાની કેરિયરમાં નવા વળાંક લાવી રહ્યો છે. હાર્દિક પંડ્યાએ છગ્ગાઓ ફટકારવાની પોતાની કુશળતાને લઇને પણ ચર્ચા જગાવી છે. હજુ સુધી ત્રણ વનડે મેચોમાં બે અડધી સદી પંડ્યા ફટકારી ચુક્યો છે. પ્રથમ વનડે મેચમાં ધોનીની સાથે મળીને ૮૩ રનની ઇનિંગ્સ રમી હતી જ્યારે ત્રીજી વનડે મેચમાં ચોથા નંબર પર જોરદાર બેટિંગ કરી હતી. તે દરેક ક્રમ પર બેટિંગ કરી રહ્યો છે. એક વખતે ચાર વિકેટ ઉપર ૮૦ રન બન્યા બાદ જોરદાર બેટિંગ હાર્દિક પંડ્યાએ કરી હતી. રાહુલ દ્રવિડ છેલ્લા બે વર્ષથી અન્ડર ૧૯ અને એ ટીમમાં કોચિંગ તરીકે છે. રાહુલ દ્રવિડનું કહેવું છે કે, તે ખુબ જ શાનદાર રમત મારફતે લોકપ્રિયતા વધારી રહ્યો છે. હાર્દિક પંડ્યા આગામી દિવસોમાં પણ ધરખમ રમત મારફતે ચાહકોને રોમાંચિત કરી શકે છે. વિતેલા વર્ષોમાં રાહુલ દ્રવિડ પણ મોટા આધાર સ્તંભ તરીકે ઉભરી આવ્યો હતો. દ વોલ તરીકે રાહુલ દ્રવિડ જાણિતો રહ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં તેની જોરદાર બોલબાલા હતી.

Related posts

राहुल विकेट के पीछे धोनी के नक्शेकदम पर चलने को तैयार

editor

ઋષભ પંતે મહેન્દ્ર સિંહ ધોનીને દેશનો હીરો ગણાવ્યો

aapnugujarat

पाकिस्तान को अगले दो मैच जीतने का भरोसा : बाबर आजम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1