Aapnu Gujarat
રમતગમત

હવે ટી-૨૦માં પણ અમલી : નિયમો બદલાયા

ખરાબ વર્તન કરવાની સ્થિતિમાં ખેલાડીઓને હવે રમતની વચ્ચેથી જ પેવેલિયન ભેગા કરી દેવામાં આવશે. ક્રિકેટની રમતમાં વધારે પારદર્શકતા લાવવા અને રમતને વધુ આકર્ષક બનાવવાના હેતુસર આ નવા નિર્ણય હવે અમલી કરવામાં આવી રહ્યા છે. ટી-૨૦ ક્રિકેટમાં ડીઆરએસ વ્યવસ્થા અમલી બની રહી છે. ૨૮મીથી ક્રિકેટના નિયમોમાં ફેરફાર થઇ જશે. આ નિયમ સપ્ટેમ્બરમાં થનાર સિરિઝમાં પણ લાગૂ થઇ રહ્યા છે. નવા નિયમોમાં બેટના ડાઈમેન્શન અને ડીઆરએસમાં ફેરફાર કરવામાં આવ્યા છે. અલબત્ત હાલમાં ચાલી રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણીમાં આની કોઇ અસર થશે નહીં. આ સિરિઝ જુના નિયમ મુજબ જ રમાઈ રહી છે. આ નિયમો ટૂંક સમયમાં જ થનારી બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં લાગૂ થશે જેમાં દક્ષિણ આફ્રિકામાં બાંગ્લાદેશ પ્રવાસ અને યુએઇમાં થનાર પાકિસ્તાન અને શ્રીલંકાની મેચોનો સમાવેશ થાય છે. આઈસીસીના જીએમ જ્યોફ એલરડાઇસે કહ્યું છે કે, એમસીસીની બેઠકમાં કેટલાક પાસાઓ ઉપર વિચારણા કરવામાં આવી ચુકી છે. એમસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા ક્રિકેટના નિયમોમાં થયેલા પરિવર્તનના પરિણામ સ્વરુપે આઈસીસીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હાલમાં એક વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો હેતુ હતો કે, અમ્પાયર્સને નવા નિયમોની માહિતી આપવામાં આવે. હવે નવા નિયમો ઇન્ટરનેશનલ મેચોમાં પણ આવી ગયા છે. આ ઉપરાંત બેટ અને બોલમાં સંતુલન જાળવી રાખવા માટે બેટના ડાયમેન્શન અને વજનને લઇને પણ નિયમ બનાવવામાં આળી રહ્યા છે. બેટની લંબાઈ અને પહોળાઈમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી પરંતુ અન્ય કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. ડેપ્થ ૬૭ એમએમથી વધારે રાખી શકાશે નહીં. ટૂંક સમયમાં જ અમ્પાયરોને બેટના કદના સંદર્ભમાં માહિતી આપવામાં આવશે.
નવા નિયમોમાં જે સૌથી મહત્વપૂર્ણ બાબત છે તે ખરાબ વર્તનને લઇને છે. ખરાબ વર્તનની સ્થિતિમાં કોઇપણ ખેલાડીને અધવચ્ચે જ પેવેલિયન ભેગા કરી દેવામાં આવશે. આનો હેતુ એ છે કે, આ નિયમ ચોથા સ્તરના અપરાધ ઉપર લાગૂ થશે. અમ્પાયર ઉપર હુમલા કરવા, ધમકી આપવા, અમ્પાયરની સાથે ખરાબ વર્તન કરવાની સ્થિતિમાં પણ બંધ કરવામાં આવશે. અન્ય કોઇ વ્યક્તિ પર હુમલા કરવા અને અન્ય કોઇના હિંસક કૃત્યોને ચોથા સ્તરના અપરાધમાં ગણવામાં આવશે.

Related posts

न्यूजीलैंड ने पाकिस्तान को पारी और 176 रनों से हराया

editor

टेस्ट क्रिकेट में वापसी की उम्मीद कभी नहीं छोड़ी थी : स्मिथ

aapnugujarat

ટ્‌વેન્ટી મેચમાં ન્યુઝીલેન્ડ પર ઇંગ્લેન્ડની બે રને રોચક જીત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1