Aapnu Gujarat
રમતગમત

ઋષભ પંતે મહેન્દ્ર સિંહ ધોનીને દેશનો હીરો ગણાવ્યો

એડિલેડ ટેસ્ટમાં રેકોર્ડ બનાવનાર વિકેટકીપર ઋષભ પંતે મહેન્દ્ર સિંહ ધોનીને દેશનો હીરો ગણાવ્યો છે અને ક્હયું છે કે પૂર્વ કેપ્ટને ધૈર્ય રાખવા અને દબાણની પરિસ્થિતિને કેવી રીતે મેનેજ કરવી તે શીખવ્યું. પંતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં ૧૧ કેચ લઇને કોઇ વિકેટકિપરના એક ટેસ્ટમાં સર્વાધિક કેચે વિશ્વ રેકોર્ડની બરાબરી કરી.પંતે ઇંગ્લેન્ડના જેક રસેલ અને દક્ષિણ આફ્રીકાના એબી ડિવિલિયર્સના રેકોર્ડની બરાબરી કરી. આ વચ્ચે તેને ઋદ્ધિમાન સાહાના ૧૦ કેચનો રેકોર્ડ તોડ્યો. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સમાં ૬ કેચ લઇને ધોનીના રેકોર્ડની બરાબર કરનારા પંતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું ધોની દેશના હીરો છે. મેં એક વ્યક્તિ અને એક ક્રિકેટર તરીકે તેમનાથી ઘણું બધું શીખ્યું છે.
વધુમાં પંતે કહ્યું કે જ્યારે પણ તે આસપાસ હોય છે તો મે એક વ્યક્તિ તરીકે પોતાને આત્મવિશ્વાસથી ભરેલો સમજું છું. જો મને કોઇ પણ પરેશાની થાય છે તો તેમનાથી હું શેર કરું છું અને તે તરત જ તેનું સમાધાન બતાવી દે છે. તેમણે આગળ કહ્યું કે વિકેટકીપર અને ખેલાડી તરીકે તેમણે મને અહી એડિલેડમાં દબાણની પરિસ્થિતિઓમાં ધીરજ બનાવી રાખવાનું શીખવ્યું. તમારે શાંત રહીને પોતાના ૧૦૦ ટકા આપવાના હોય છે.તેના રેકોર્ડ અંગે પંતે કહ્યું, મેં ક્યારેય રેકોર્ડ અંગે વિચાર્યું નથી. પરંતુ મારા નામની આગળ કેટલાક કેચ લખાવવા સારું છે. ઉપલબ્ધિ હાંસલ કરવી સારુ છે. પરંતુ આ અંગે હું વધારે નથી વિચારી રહ્યો.

Related posts

मैं रियल मेड्रिड में रिटायर होना चाहता हूं : रामोस

aapnugujarat

द. अफ्रीका दौरे के लिए वेड आस्ट्रेलियाई टेस्ट टीम से बाहर

editor

કાવેરી વિરોધ વચ્ચે આઈપીએલ મેચો ચેન્નાઈમાંથી ખસેડવા નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1