Aapnu Gujarat
બિઝનેસ

ગૂગલે ખુદ કહ્યું કે ૫ કરોડ લોકોનાં ડેટા ખતરામાં

અમેરિકાની વિશાળ ઇન્ટરનેટ કંપની ગૂગલે ૪ મહિના પહેલાં જ તેના સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ગૂગલ પ્લસને બંધ કરવાનો નિર્ણય લીધો છે.
આ વર્ષે ઑક્ટોબરમાં ગૂગલ પ્લસના આશરે ૫ મિલિયન યુઝર્સે ખાનગી ડેટા ચોરાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ કંપનીએ ઓગસ્ટ ૨૦૧૯ સુધી તેને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. લીક કરેલ ડેટામાં લોકોનાં નામ, ઇમેલ એડ્રેસ અને વ્યવસાય સંબંધિત માહિતી સામેલ છે.
આ બધાની વચ્ચે કંપની એક નવી સુરક્ષા ખામીનો સામનો કરી રહી છે. જેમાં લગભગ ૫૦ મિલિયનથી વધુ વપરાશકર્તાઓના ડેટા જોખમમાં છે, હવે લોકોની સલામતી માટે કંપનીએ જાહેરાત કરી કે તે ઓગસ્ટ ૨૦૧૯ની જગ્યાએ એપ્રિલ ૨૦૧૯માં ગૂગલ પ્લસને બંધ કરશે.કંપનીએ જણાવ્યું હતું કે, ‘અમને જાણવા મળ્યું છે કે નવેમ્બરમાં થયેલા અપડેટ્‌સ સાથે આવતા બગ્સને કારણે કેટલાક વપરાશકર્તાઓના ડેટાને અસર થઈ છે.
આ ભૂલ પરીક્ષણ દરમ્યાન મળી આવી હતી અને અમે આ અપડેટ પ્રસ્તુત કર્યાના ૬ દિવસની અંદર તેને ઠીક કરી હતી. અમારી પાસે એવા કોઈ પુરાવા નથી કે આ ૬ દિવસોમાં ડેટા ચોરનારા લોકોએ કોઈપણ પ્રકારે ડેટાનો દુરુપયોગ કર્યો છે.

Related posts

Sensex down by 16.67 pts at 37,830.98, Nifty ended by 19.15 points at 11,252.15

aapnugujarat

એક વર્ષમાં યુપીઆઈ પેમેન્ટમાં ૪૨ ટકાની વૃદ્ધિ જોવા મળી

aapnugujarat

Petroleum Dealers Federation had meeting with Young and Dynamic Minister Shri Jayeshbhai Radadia.

aapnugujarat

Leave a Comment

UA-96247877-1