Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી : જનજીવન પર અસર

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. ઠંડીથી હાલમાં કોઇ રાહત મળે તેવી શક્યતા ઓછી છે. કેટલાક વિસ્તારોમાં હિમ વર્ષા અને વરસાદના કારણે પારો વધારો ગગડી ગયો છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં જનજીવન પર અસર થઇ છે. ધુમ્મસના કારણે વધારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં મોટા ભાગના વિસ્તારોમાં માઇનસમાં તાપમાન છે. લેહમાં માઈનસ ૧૫ ડિગ્રી તાપમાન રહ્ય છે. જ્યારે કારગીલમાં માઇનસ ૧૫ ડિગ્રી તાપમાન રહ્યુ છે. પહેલગામ અને ગુલમર્ગમાં પણ માઇનસમાં તાપમાન છે. દિલ્હીમાં ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાની મથકે સવારે ધુમ્મસની સ્થિતિ રહી હતી. ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં ધુમ્મસના કારણે વાહન વ્યવહારને પણ માઠી અસર થઇ છે.સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુના સમયથી ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી છે જેને લઇને દિલ્હી, એનસીઆર, નોઇડા સહિત છેક ઉત્તર પ્રદેશ સુધી પણ તેની અસર જોવા મળી રહી છે. આ મહિનાની શરૂઆતથી સતત છવાયેલા રહેલા ધુમ્મસના પગલે વાહન વ્યવહાર ઉપર તેની ગંભીર અસરો જોવા મળી છે. જમ્મુ કાશ્મીરમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશ અને પંજાબમાં ધુમ્મસની સૌથી ખરાબ અસર થઇ છે. વિમાની અને ટ્રેન સેવાને અસર થઇ છે. કેટલીક લાંબા અંતરની ટ્રેન પણ મોડેથી દોડી રહી છે. ધુમ્મસના કારણે કેટલાક અકસ્માતો પણ થઇ રહ્યા છે.ઠંડી હજુ પણ વધવાના સંકેતો છે. ેહાલની સ્થિતી આગામી ચારથી પાંચ દિવસ સુઘી જારી રહે તેવી શક્યતા છે. જેથી લોકોને કોઇ રાહત મળવાની શક્યતા નથી. શ્રીનગરમાં માઇનસ ૪.૮ ડિગ્રી તાપમાન રહ્યુ હતુ. પહેલગામ અને ગુલમર્ગમાં પારો માઇનસમાં છે. હિલ સ્ટેશન ગણાતા શિમલા, મનાલી અને નારકન્ડામાં નવેસરથી હિમ વર્ષા પણ માઠી અસર થઇ છે.સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુના સમયથી ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી છે જેને લઇને દિલ્હી, એનસીઆર, નોઇડા સહિત છેક ઉત્તર પ્રદેશ સુધી પણ તેની અસર જોવા મળી રહી છે. આ મહિનાની શરૂઆતથી સતત છવાયેલા રહેલા ધુમ્મસના પગલે વાહન વ્યવહાર ઉપર તેની ગંભીર અસરો જોવા મળી છે. જમ્મુ કાશ્મીરમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશ અને પંજાબમાં ધુમ્મસની સૌથી ખરાબ અસર થઇ છે. વિમાની અને ટ્રેન સેવાને અસર થઇ છે. કેટલીક લાંબા અંતરની ટ્રેન પણ મોડેથી દોડી રહી છે. ધુમ્મસના કારણે કેટલાક અકસ્માતો પણ થઇ રહ્યા છે.ઠંડી હજુ પણ વધવાના સંકેતો છે.

Related posts

US ने छीना भारत से GSP का दर्जा, 5 जून से होगा लागू

aapnugujarat

ત્રણ થી પાંચ સરકારી બેંક હોવી જોઈએ : અરવિંદ સુબ્રમણ્યન

aapnugujarat

આપણે આશા રાખીએ કે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો આવેઃ નાયબ મુખ્યમંત્રી

editor

Leave a Comment

UA-96247877-1