Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ત્રણ થી પાંચ સરકારી બેંક હોવી જોઈએ : અરવિંદ સુબ્રમણ્યન

દેશનાં મુખ્ય આર્થિક સલાહકારનાં પદ પરથી વિદાય લઇ રહેલા અરવિંદ સુબ્રમણ્યનનું કહેવું છે કે ભારતીય બેંકિગ સેક્ટરમાં ફક્ત એક ડઝન બેંકોની જ જરૂરિયાત છે. એટલુ જ નહી તેમનું કહેવું છે કે આમા પણ સરકારી બેંકોની સંખ્યા પ્રમાણે ખાનગી બેંકોની સંખ્યા વધારે હોવી જોએ.
અરવિંદ સુબ્રમણ્યનનું કહેવું છે કે, “ભારતમાં ફક્ત ૩થી ૫ જ સરકારી બેંક હોવી જોઇએ. આ સિવાય પ્રાઇવેટ સેક્ટરની બેંક હોવી જોઇએ.” દેશમાં બેંકિગ ક્ષેત્રની સ્થિતિ વિશે સુબ્રમણ્યને કહ્યું કે, “દેશને વધારે સુધારાઓ કરવાની જરૂર છે. આપણે એ વિચારવાની જરૂરીયાત છે કે ગવર્નન્સમાં કેવી રીતે સુધારો લાવી શકાય અને તેમા ખાનગી સેક્ટરની ભાગીદારીમાં કેવી રીતે વધારો કરી શકાય.”
તેમણે કહ્યું કે, “એક સ્વસ્થ બેંકિગ સિસ્ટમ એ હશે જેમાં ૩થી ૫ સરકારી બેંકો અને ૩થી ૪ ખાનગી બેંકો હશે. આ સિવાય એક અથવા ૨ વિદેશી બેંકો હોવી જોઇએ.” નોટબંધીનાં નિર્ણયને લઇને તેમણે કહ્યું કે ત્રણ, ચાર કે પાંચ વર્ષ પછી તેની યોગ્ય સમીક્ષા કરી શકાશે.

Related posts

‘‘ફિર એકબાર મોદી સરકાર’’ : મોદી ‘બાહુબલિ’, શાહ ‘ચાણક્ય’ સાબિત થયાં

aapnugujarat

केनरा बैंक का मुनाफा 23 फीसदी बढ़ा

editor

ICICI बैंक में बदल जाएंगे कैश ट्रांजेक्शन के न‍ियम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1