Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પત્ની કોઇ વસ્તુ નથી જેને જાગીર સમજીને પતિ પોતાની સાથે રહેવા મજબૂર કરે : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે મહિલાઓના અધિકાર સાથે જોડાયેલી એક મોટી ટિપ્પણી કરી છે. કોર્ટે એક કેસની સુનાવણી દરરમિયાન કહ્યું કે, પતિ પોતાની પત્નીને જબરદસ્તીથી સાથે રાખવા માટે નથી કહી શકતો.ખરેખર, એક મહિલા તરફથી પતિ પર ક્રૂરતાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આનાથી જોડાયેલા કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી.
મહિલાએ પોતાના આરોપમાં કહ્યું હતું કે, પતિ ઇચ્છે છે કે તે તેની સાથે રહે પણ તે પોતાના પતિ સાથે રહેવા નથી માગતી.મહિલાના આ દુઃખને ધ્યાનમાં રાખતા સુપ્રીમ કોર્ટે પતિ વિરુદ્ધ સખત ટિપ્પણી કરી.
કોર્ટે કહ્યું કે પત્ની કોઇ ’સ્થાવર મિલકત’ કે ’વસ્તુ’ નથી. એટલા પત્નીની સાથે રહેવાની ઇચ્છા હોવાછતાં પતિ પત્ની પર દબાણ નથી કરી શકતો.
જસ્ટિસ મદન બી લોકુર અને દીપક ગુપ્તાની પીઠે કોર્ટેમાં હાજર રહેલી મહિલાના પતિને કહ્યું, ’તે એક સ્થાવર સંપતિ નથી. તમે તેને મજબૂર નથી કરી શકતા. તે તમારી સાથે નથી રહી શકતી. તમે કઇ રીતે કહી શકો છો કે તમે તેની સાથે રહેશો.’ બેન્ચે મહિલાના વકીલ દ્વારા પતિની સાથે ના રહેવાની ઇચ્છા વાળા નિવેદનની દ્રષ્ટિગત વ્યક્તિથી પત્નીની સાથે રહેવાના નિર્ણય પર ’પૂનર્વિચાર’ કરવાનું કહ્યું છે, કોર્ટે પતિને કહ્યું, ’તમારા માટે આના પર પુનર્વિચાર સારો રહેશે.’

Related posts

રૂપિયા ૨૦૦૦ની નવી નોટ તબક્કાવાર રીતે ઓછી થશે

aapnugujarat

गोल्ड जूलरी मेकिंग पर १८÷ जीएसटी लगा तो बढ़ेगा बोझ

aapnugujarat

चिराग का नीतीश पर तंज : शराबबंदी के नाम पर बिहारियों को बना रहे तस्कर

editor

Leave a Comment

UA-96247877-1