Aapnu Gujarat
ગુજરાત

કોરોનાની પરિસ્થિતિ નહિ સુધરે તો નવરાત્રિ નહિ થાય : સીએમ

ાજકોટમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી છે. સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે રાજકોટમાં કોરોના સ્થિતિની સમીક્ષા કરી હતી. અધિકારીઓ સાથે યોજાયેલી રિવ્યુ બેઠકમાં કોરોના અંગેની ચર્ચા થઈ હતી. રાજકોટમાં કોવિડ માટે ૩૫૦૦ બેડની વ્યવસ્થા કરવાની સીએમએ મોટી જાહેરાત કરી છે. તેઓએ કહ્યું કે, દરેક સંપ્રદાયને મારી વિનંતી છે કે કોરોના મહામારીમાં કેસ વધી રહ્યાં છે ત્યારે જાહેરમાં કોઈ પણ કાર્યક્રમ ન થવો જોઈએ. આયોજકો જ પોતે આગળ આવીને જાહેરાત કરે. લોકો શ્રદ્ધા મુજબ પોતાના ઘરે ઉજવણી કરે. કલેક્ટરે લોકમેળો નહિ થવાની જાહેરાત કરી દીધી છે. પરિસ્થિતિ આવી રહેશે તો નવરાત્રિ પણ નહિ થાય. પરિસ્થિતિમાં સુધાર હશે તો જે-તે સમયે નિર્ણય લઈશું.તેમણે વધુમાં કહ્યું કે, અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતની સ્થિતિ સારી છે. ગુજરાતમાં રિકવરી રેટ ૭૬ ટકા થયો છે. અમદાવાદમાં પણ કોરોનાના કેસ આવ્યા કાબૂમાં છે. સુપ્રિમ કોર્ટે પણ ગુજરાત મોડલની પ્રશંસા કરી છે. આપણે કોરોનાની વચ્ચે જીવવાનું છે. સરકારે આગોતરું આયોજન કર્યું છે. રાજકોટમાં ધન્વંતરી રથનું પ્રમાણ વધારવામાં આવશે. કોરોનાના આંકડામાં તફાવત પર સીએમનું મહત્વનું નિવેદન એવુ હતું કે, આંકડામાં ભૂલ હશે તપાસ કરવામાં આવશે. કોરોનાના આંકડા અમે છુપાવતા નથી.મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પોતાના હોમટાઉન રાજકોટની મુલાકાત છે. ત્યારે રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધતા તેઓએ કહ્યું કે, કોરોનાના કેસ મામલે ગુજરાત બારમા નંબર છે. કોરોનામાં કોઈ દેશ બાકી નથી. પહેલા અમદાવાદ સંક્રમિત હતું, પછી સુરતમાં આવ્યું. હાલ સુરત સ્ટેબ્લ થઇ રહ્યું છે. આજે અમે રાજકોટ અને બરોડાની મુલાકાત છે, સાંજે વડોદરા જઈશું. શહેર અને ગ્રામ્યની પરિસ્થિતિ અગે અમે લાંબી ચર્ચા કરી છે. આઇએમએ અને ડોક્ટર સાથે તમામ ચર્ચા કરી છે. શહેરી વિસ્તારમાંથી અવર જવર જોવા મળે છે. રાજ્યની પરિસ્થિતિ એકંદરે સારી છે. સીએમ રિલીફ ફંડમાંથી આજે રાજકોટને વધુ ૫ કરોડ રૂપિયા આપું છું. રાજકોટમાં ૩૫૦૦ બેડની વ્યવસ્થા થઇ ગઈ છે. રાજકોટવાસીઓને ચિંતા કરવાની જરૂર નથી. રાજકોટમાં કાલથી કોરોના ટેસ્ટિંગ ડબ્બલ કરાશે.

Related posts

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં કૌભાંડ થયું : યુવરાજસિંહ જાડેજા

aapnugujarat

હત્યા સહિતના ગુનાઓમાં સામેલ ગુનેગાર ઝબ્બે

aapnugujarat

મહિલાલક્ષી યોજનાઓની સમીક્ષા કરતાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડૉ.રાજુલ એલ. દેસાઇ

editor

Leave a Comment

UA-96247877-1