Aapnu Gujarat
ગુજરાત

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં કૌભાંડ થયું : યુવરાજસિંહ જાડેજા

આમ આદમી પાર્ટી યુવા તથા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, સરકારના જે મળતીયાઓ અધિકારીઓની મિલીભગતથી જે મસમોટું કૌભાંડ થઈ રહ્યું છે તેનો અમે પર્દાફાશ કરવા જઈ રહ્યા છીએ. વર્તમાન સમયમાં જે યોજનાઓ આવે છે તેનો લાભ લાયક વ્યક્તિઓને મળતો નથી, પરંતુ તેનો લાભ સરકારના આશીર્વાદથી ચાલતી સંસ્થાઓને મળે છે. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં કૌભાંડ થયું અને તેના આધાર, સાક્ષી અને પુરાવા અમારી પાસે છે. આ યોજનામાં કૌભાંડ થયું અને તેમાં મુખ્ય લાભાર્થીઓની જગ્યાએ સરકારના મળતીયા અધિકારીઓએ પોતાની તિજોરી ભરી અને તેનો લાભ નાના કામદારોને મળ્યો નથી. આ યોજના લોન્ચ કરવામાં આવી ત્યારે તેના લાભાર્થીઓ નાના વેપારીઓ, દુકાનદારો, ફેરિયાઓ હતા. કોરોના કાળમાં ૫,૦૦૦ કરોડની આ યોજના શરૂ કરવામાં આવી હતી. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં શિક્ષણની હાટડી ચલાવી રહેલા અમુક શાળા સંચાલકોએ આમાં સીધો લાભ લીધો છે, જે ક્યાંય પણ આના નીતિ નિયમોમાં ફીટ બેસતા નથી. આના નીતિ નિયમોમાં ક્યાંય પણ શિક્ષકોનો ઉલ્લેખ નથી અને આમાં શિક્ષકોને સહાય આપવામાં આવી છે. અમે બધી જગ્યાએ આની રજૂઆત કરી ચૂક્યા છીએ, પરંતુ સંતોષકારક જવાબ અમને ક્યાંય પણ મળ્યો નથી. આ કૌભાંડ જ્યાં ચાલે છે, તેમાં વર્તમાન મુખ્યમંત્રીના મતવિસ્તારમાં આવેલી શાળાનો પણ સમાવેશ થાય છે. આ કૌંભાડનો પર્દાફાશ કરવા માટે તેના પીડિત અને સાક્ષી વિનોદ ચાવડા આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે જે તમને આખો ઘટના ક્રમ જણાવશે. રિક્ષા ચાલક, દુકાનદાર, ફેરીયાઓને લોન મળવાપાત્ર છે. ઓછા વ્યાજ દરે લોન મળતી હતી, જેમાં છ મહિના સુધી વ્યાજ ભરવાનું આવતું ન હતું. પરંતુ વર્તમાનમાં આ યોજનાના લાભાર્થીઓ શિક્ષાની હાટડી ચલાવતા શાળા સંચાલકો છે. જેમણે શિક્ષકોને હાથો બનાવીને શિક્ષકોના નામે લોન લઈને પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા. જેનો અમારી પાસે આધાર અને પુરાવો છે. અરજી કરવા માટેની તારીખ ૨૧ મેથી ૩૧ ઓગસ્ટ હતી, પરંતુ વિનોદભાઈની ૨૬ ઓગસ્ટના લોન પાસ થઈ ગઈ હતી. જો અરજી કરવા માટેની છેલ્લી તારીખ ૩૧ ઓગસ્ટ હતી તો તે પહેલા લોન કઈ રીતે પાસ થઈ તે એક મોટો સવાલ છે? જેના પરથી ખબર પડે છે કે આ એક સુનિયોજિત કાવતરું છે, જે સરકારની રહેમરાહ નજરની નીચે તેમના મળતીયાઓએ આ કૌભાંડ આચર્યું છે. આજે કૌભાંડ થયું છે, એમાં અમે જાહેર જનતા સમક્ષ માંગણી કરીએ છીએ કે આ કૌભાંડની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવે અને તપાસ કરનાર અધિકારીઓ નિષ્પક્ષ હોવા જોઈએ. તેની સમય મર્યાદા પણ નિશ્ચિત હોવી જોઈએ, આ કૌભાંડ જેમની મિલી ભગતથી ચાલી રહ્યું છે, જેમની રહેમરાહ નજર નીચે કૌભાંડ થયું છે તેમને ખુલ્લા કરવામાં આવે, શા માટે શિક્ષકોને લોન આપવામાં આવી? તેની તપાસ કરવામાં આવે. જીએસસી ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ સામે પણ અમારા કેટલાક પ્રશ્નો છે. ખાનગી સંસ્થામાં કામ કરતા પગારદાર કર્મચારીઓને આ યોજનાનો લાભ મળી શકે નહીં તેવું આની અંદર લખ્યું છે, તો સરકારે બનાવેલા આ નિયમથી વિપરીત શા માટે જવું પડ્યું? જીએસસીએ ધારા ધોરણનું ઉલ્લંઘન કરી લોન કેમ આપી? બેંક દ્વારા આવક મર્યાદા અને વ્યવસાયને ધ્યાનમાં લીધા વિના લોન કેવી રીતે આપવામાં આવી? જીએસસીએ શાળાઓમાં શા માટે કેમ્પ કર્યા? જીએસસી બેંક એ સરકારના ઇશારે કેટલી શાળાઓમાં કેમ કર્યા? શાળાઓમાં કરેલા કેમ્પની સરકારને જાણ હતી ખરી? જે સાચા લાભાર્થીઓ હતા તેની જગ્યાએ ૭૦ થી ૮૦ હજાર પગારદાર લોકોને લોન કેવી રીતે આપવામાં આવી? તેથી અમે નિષ્પક્ષ તપાસી માંગ કરીએ છીએ અને જે પણ લોકો આમાં સંડોવાયેલા છે તેમને કડકમાં કડક સજા કરવામાં આવે.

Related posts

સુરતના પાંચ યુવકો સુંવાલી દરિયામાં નાહવા પડતા ડુબ્યા

aapnugujarat

शहर में मेघ गर्जना के साथ कई क्षेत्रों में फिर बारिश हुई

aapnugujarat

સુજલામ સુફલામ યોજના અંતર્ગત મહેસાણા જિલ્લામાં સિંચાઇ અને તળાવો ભરવા માટેની પાઇપ લાઇન યોજનાનો ઉપરાષ્ટ્રપતિશ્રીના હસ્તે  શિલાન્યાસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1