Aapnu Gujarat
ગુજરાત

સુરતના પાંચ યુવકો સુંવાલી દરિયામાં નાહવા પડતા ડુબ્યા

ઈચ્છાપુર વિસ્તારમાં ક્રિષ્ના નગર સોસાયટીમાં રહેતા ૨૨ વર્ષીય સચીનકુમાર જાતવ દરિયામાં ડૂબી જતા ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ભટાર વિસ્તારના આઝાદ નગરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા સાગર પ્રકાશ ૨૩ વર્ષનો છે. તે ડૂબી જતા મોતને ભેટ્યો છે. તેમજ આઝાદ નગરમાં રહેતા અકબર યુસુફ શેખનો પણ આજે સવારે મૃતદેહ મળી આવ્યો છે. શ્યામ સંજય સાઉદકર શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે. આઝાદ નગરના જે પાંચ યુવકો ડૂબ્યા હતા તે પૈકી વિક્રમ દિલીપ સાલવેને બચાવી લેવામાં આવ્યો હતો.સુરતના સુંવાલી દરિયા કિનારે નાહવા ગયેલા ભટાર વિસ્તારના આઝાદ નગર ઝુંપડપટ્ટીના ૫ યુવકો ડૂબ્યા હતા. યુવક ડૂબી જતા એકનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદ ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરવાનું બંધ કરાયું હતું. ફરીથી બહાર જવાનો સુંવાલી દરિયા કિનારાની આસપાસ યુવકોની શોધખોળ શરૂ કરી હતી. ફાયર વિભાગે અકબર શેખના મૃતદેહને શોધી કાઢ્યો હતો. સુંવાલી દરિયાકિનારે નાહતા સમયે ડૂબી જવાની ઘટના સામે આવતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. એક સાથે ૫ યુવકો ડૂબી જતાં મોટી ઘટના બનતાં ફાયર વિભાગના અધિકારીઓએ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધા હતા. રવિવારે ભટાર વિસ્તારના આઝાદ નગરમાંથી યુવકો નાહવા ગયા હતા તે દરમિયાન એકાએક જ ૫ યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. જેમાં ૨ યુવકના મૃતદેહ મળી આવ્યા હતા. અન્ય ૨ની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઈચ્છાપુરનો પણ ૧ યુવક પાણીમાં ડુબી જતાં તેની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Related posts

अहमदाबाद में दो वर्ष में १७७ लोगों ने हथियार के लाइसेंस प्राप्त किए

aapnugujarat

હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે પાટોત્સવનું કરાયેલુ સમાપન

aapnugujarat

उधना-पटना एक्सप्रेस के फेरे रेलवे तंत्र ने बढाए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1