Aapnu Gujarat
ગુજરાત

હત્યા સહિતના ગુનાઓમાં સામેલ ગુનેગાર ઝબ્બે

શહેરમાં હત્યા, અપહરણ, મારામારી અને ખૂનની કોશિષ સહિતના ગંભીર ગુનાઓ આચરી છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપી અશ્વિન વિનુભાઇ પોપટાણી(વાળંદ)ને શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે આખરે ઝડપી લીધો છે. ક્રાઇમબ્રાંચે આરોપીની ધરપકડ બાદ તેના દ્વારા આચરાયેલા હત્યા, હત્યાની કોશિષ સહિતના કેટલાક ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલી કાઢયો હતો જેમાં ૨૦૧૩માં નરોડામાં દારૂના પૈસાની લેતીદેતીમાં અતુલ સોલંકી નામના યુવકની હત્યાનો મામલો મુખ્ય હતો. શહેર ક્રાઇમબ્રાંચની એન્ટી ઓર્ગેનાઇઝ્‌ડ ક્રાઇમ ટીમના અધિકારીઓએ શહેરના બાપુનગર વિસ્તારમાં ખોડિયારનગર પાસેના લક્ષ્મીનગર ખાતે રહેતા આરોપી અશ્વિન વિનુભાઇ પોપટાણી(ઉ.વ.૨૯)ને ઝડપી લીધો હતો. આ આરોપી રીઢો અને ખતરનાક છે કે જે ઘણા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોઇ પોલીસ તેને ચાર વર્ષથી શોધી રહી હતી. આખરે ક્રાઇમબ્રાંચના હાથે તે ઝડપાયો હતો. આરોપી અશ્વિન પોપટાણી પૂર્વ વિસ્તારના નામચીન ગુનેગારો અમીત ઉર્ફે તોતડો યાદવજી ગજ્જર, ચિંતન કમલેશ શાહ તથા કિરણ ઉર્ફે બુચીયો પટેલનો સાથીદાર છે. ૨૦૧૩માં આ આરોપીઓ સાથે મળી અશ્વિન પોપટાણીએ નરોડા વિસ્તારમાં દારૂના પૈસાની લેતીદેતીમાં નરોડા ઇન્દ્રજીત સોસાયટીમાં રહેતા અતુલ સોલંકી અને તેના મિત્ર કેતન પટેલને ચપ્પાના ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેમાં અતુલ સોલંકીનું મોત નીપજયુ હતું. આ ગુનામાં અમીત ઉર્ફે તોતડો અને ચિંતન શાહ પકડાઇ ગયા હતા પરંતુ અશ્વિન પોપટાણી છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો હતો. એકાદ વર્ષ પહેલા આરોપી અશ્વિન પોપટાણીએ તેના સાથી ચિંતન શાહના મિત્ર શિવા ચૌધરીની પુત્રીને ભાવિક ઉર્ફે સરકાર દવે નામનો યુવક ભગાડી ગયો હોઇ ચિંતનના કહેવાથી અશ્વિને ભાવિકનું જશોદાનગર ખાતેથી અપહરણ કર્યું હતું અને મહેસાણા વડુ પાસેના એક ફાર્મમાં લઇ જઇ ખૂબ માર માર્યો હતો. એ પછી તેને અમદાવાદ લાવી ગળાના ભાગે છરી મારી ઓઢવમાં રોયલ હોટલ પાસે ફેંકી દીધો હતો. આરોપી અશ્વિન પોપટાણીની છ મહિના પહેલાં સોખડા ગામના ફાર્મ પરથી ચતુરભાઇ પટેલ નામના શખ્સના અપહરણમાં પણ સંડોવણી બહાર આવી હતી. પોપટાણીએ તેના મિત્રો ચિંતન શાહ, પંકજ આર્ય, ગોપી સરદાર વગેરેને સાથે રાખી ચતુરભાઇ પટેલનું અપહરણ કરી ઢોર માર મારી આણંદ નજીક છોડી દીધા હતા. જે અંગે વડોદરા ગ્રામ્ય પાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે.

Related posts

જનમિત્ર કાર્ડ યોજના ખાનગી બેંકને કરોડોનો લાભ કરાવશે : કોંગ્રેસ

aapnugujarat

એસ.ટી.ના કર્મચારીઓના પ્રશ્નોનો ૫ સપ્ટેમ્બર સુધી ઉકેલવામાં નહી આવે તો આંદોલન થશે

editor

ગીર-સોમનાથમા ૧૮ થી ૪૪ વયના યુવાઓને કોવીશિલ્ડ વેકસીનેશનનો પ્રારંભ

editor

Leave a Comment

UA-96247877-1