Aapnu Gujarat
ગુજરાત

સરખેજ ખાતે પોલીસ ઉપર પથ્થરમારો કરતા તંગદિલી

અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આજે રિક્ષા ચાલકો અને પોલીસ વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ હતી જેથી નારાજ થયેલા લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. અનેક વાહનોના કાચ તોડી નાંખવામાં આવ્યા હતા. હિંસા ઉપર ઉતરેલા ટોળામાં રહેલા લોકો હિંસક બનતા પોલીસને લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. મળેલી માહિતી મુજબ સરખેજ પોલીસે આજે રોજા દરમિયાન એક રિક્ષા ચાલકને માર માર્યા બાદ મામલો બિચક્યો હતો. સેંકડો રિક્ષા ચાલકો અને મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામની સ્થિતિ સર્જી હતી. પોલીસે નારાજ લોકોને સમજાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ પોલીસના કાફલા ઉપર પથ્થરમારો કરાતા સ્થિતિ તંગ બની હતી. અમદાવાદના સરખેજમાં પોલીસે રોજા દરમ્યાન જ રીક્ષા ચાલકને માર મારતા મામલો ગરમાયો હતો. રોષે ભરાયેલા રીક્ષા ચાલકોએ સરખેજ ચોકડી પર ચક્કાજામ કરતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. રોષે ભરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કરતાં અનેક વાહનોના કાચ તુટ્યા હતા. તેના લીધે પોલીસને પણ હળવો લાઠીચાર્જ કરી રસ્તા ખોલવાની ફરજ પડી હતી. સરખેજ ચોકડી પાસે ટ્રાફિકની સમસ્યાના લીધે ટ્રાફિક જવાને રીક્ષા ચાલકની ત્યાંથી હટાવવાનું કહ્યું હતું. આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થતાં ટ્રાફિક જવાને રીક્ષા ચાલકને માર્યો હતો. રીક્ષા ચાલકે રોજો રાખ્યો હતો. ને આ દરમ્યાન જ પોલીસે તેને હાથ ઉપાડતા ૫૦૦ જેટલા રીક્ષા ચાલકોએ અને મુસ્લિમ, બિરાદરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ પોલીસની માફીની માંગ સાથે ચક્કાજામ કરતાં વાહનોની લાઈનો લાગી ગઈ હતી. ઘચનાને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. રોષે ભરાયેલા લોકોને સમજાવા પોલીસે પ્રયાસો કર્યા હતા પરંતુ લોકો માન્યા નહી અને પોલીસ કાફલા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પથ્થરમારાને પગલે કેટલીક, બસ ટ્રક, કાર અને રીક્ષાના કાચ તૂટી ગયા હતા.

Related posts

કોંગ્રેસની ખેડૂત આક્રોશ રેલી હિંસક : સ્થિતિ તંગ

aapnugujarat

अहमदाबाद पुलिस आयुक्त ने शहर में बिना अनुमति के चल रहे पाठशालाओं और कालेजों की मांगी सूची

aapnugujarat

દિયોદર ખાતે મુખ્યમંત્રી રૂપાણીની ઠાકોર સમાજનાં આગેવાનો સાથે બેઠક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1