Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ફેક ન્યૂઝના આરોપસર અલીબાબા અને જેક માને ભારતીય કોર્ટે પાઠવ્યા સમન્સ

એક ભારતીય કોર્ટે ચીનની દિગ્ગજ કંપની અલીબાબા અને તેના ફાઉન્ડર જેક માને સમન્સ પાઠવ્યા છે. હકીકતે એક ભારતીય કર્મચારીની ફરિયાદના આધારે જેક માને આ સમન્સ મોકલવામાં આવ્યા છે. તે કર્મચારીએ પોતાને ખોટી રીતે નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.
એક ભારતીય કર્મચારી ચીનની યુસી બ્રાઉઝર નામની કંપનીમાં કામ કરતો હતો. ભારતીય કર્મચારીના આરોપ પ્રમાણે યુસી બ્રાઉઝર અને યુસી ન્યૂઝમાં ખોટા સમાચાર ફેલાવવામાં આવે છે અને ત્યાર બાદ તે કર્મચારીને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ચીનની ૫૯ એપ્સ પર પ્રતિબંધ મુકી દીધો છે. તેમાં અલીબાબા કંપનીની એપ યુસી બ્રાઉઝર અને યુસી ન્યૂઝ પણ સામેલ છે.સરકારે આ પ્રતિબંધ લદ્દાખ સરહદ પર ચીની સૈનિકો સાથેના તણાવને અનુલક્ષીને લાગુ કર્યો હતો કારણ કે તે અથડામણમાં ૨૦ ભારતીય જવાન શહીદ થયા હતા. કેન્દ્ર સરકારે સુરક્ષાનો હવાલો આપીને આ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો હતો.કોર્ટના ફાઈલિંગ પ્રમાણે ૨૦મી જુલાઈના રોજ અલીબાબાની યુસી વેબના એક પૂર્વ કર્મચારી પુષ્પેન્દ્ર સિંહ પરમારે એવો આરોપ મુક્યો હતો કે યુસી વેબ ચીન વિરૂદ્ધના તમામ કન્ટેન્ટને સેન્સર કરે છે અને યુસી બ્રાઉઝર, યુસી ન્યૂઝ પર ફેક ન્યૂઝ ચલાવવામાં આવે છે.ગુરૂગ્રામ ખાતે આવેલી સિવિલ કોર્ટના જજ સોનિયા શેઓકાંડે અલીબાબા, જેક મા અને આશરે એકાદ ડઝન લોકો વિરૂદ્ધ સમન્સ જાહેર કર્યા છે. કોર્ટના કહેવા પ્રમાણે ૨૯મી જુલાઈ સુધીમાં આ બધા લોકોએ અહીં આવવું પડશે અથવા તો પોતાના વકીલને અહીં કોર્ટમાં મોકલવા પડશે. ન્યાયાધીશે કંપની અને કાર્યકારીઓને ૩૦ દિવસની અંદર લેખિત જવાબ આપવા પણ જણાવ્યું છે.

Related posts

માતાના ગર્ભમાં જ બાળકની કરાઇ કરોડરજ્જુની સર્જરી

aapnugujarat

रात में आतंकी हमला और दिन में क्रिकेट नहीं हो सकता : जयशंकर

aapnugujarat

સંયુક્ત રાષ્ટ્રના હેપ્પીનેસ રિપોર્ટમાં પાકિસ્તાને ભારતને પાછળ છોડ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1