Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

માતાના ગર્ભમાં જ બાળકની કરાઇ કરોડરજ્જુની સર્જરી

યુનાઇટેડ કિંગડમમાં એક મહિલાના ગર્ભમાં ઉછરી રહેલ ગર્ભસ્થ બાળકની સ્પાઇન સર્જરીને પૂરી કરી અને આ ઓપરેશન સફળ રહ્યું. બાળક સ્પાઇન બાઇફીડાથી પીડિત હતું. આ એક પ્રકારનું બર્થ ડિફેક્ટ છે જેમાં બાળકના સ્પાઇનલ કૉર્ડનું ડેવલપમેન્ટ થોભી જાય છે.
યુકેમાં ખૂબ જ અનોખી અને સફળ સર્જરીને અંજામ આપ્યો. તાજેતરમાં અહીં એક મહિલાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકની સ્પાઇનની સર્જરીને સફળતાપૂર્વક પૂરી કરાઇ.
અસેક્સની રહેવાસી ૨૬ વર્ષની બેથન સિંપસનને ડૉકટર્સે ૨૦ સપ્તાહના સ્કૈન બાદ કહ્યું કે તેમના ગર્ભમાં ઉછળી રહેલ તેમની દીકરીને સ્પાઇન બાઇફીડા છે. આ એક પ્રકારનું બર્થ ડિફેક્ટ એટલે કે જન્મ દોષ છે જેમાં ગર્ભમાં ઉછરી રહેલા બાળકની સ્પાઇનલ કૉડ સહિતના ડેવલપ થઇ શકતા નથી.સ્પાઇન બાઇફીડા એક એવું બર્થ ડિફેક્ટ છે જેમાં ગર્ભમાં ઉછરી રહેલા બાળકની સ્પાઇન અને સ્પાઇનલ કૉડનું ડેવલપમેન્ટ થતું નથી અને થંભી જાય છે. તેનાથી સ્પાઇન એટલે કે કરોડરજ્જુમાં ગેપ બની જાય છે.
ડૉકટર્સની વાત માનીએ તો આવું કેમ થાય છે તેની પાછળ કોઇ નક્કર કારણ હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ પ્રેગનન્સીની શરૂઆતમાં ફોલિક એસિડની અછતના લીધે આ પ્રકારની સમસ્યાનો ખતરો હોય છે. આ સિવાય પ્રેગનન્સીના સમયે કેટલીય દવાઓના સેવનથી અને જો ફેમિલીમાં કોઇપણ સ્પાઇન બાઇફીડાની સમસ્યા રહે છે તો તેનો ખતરો બાળકો માટે વધુ વધી જાય છે.યુકેમાં સિંપસન જેવી ચોથી મહિલા છે જેમણે ગર્ભમાં ઉછરી રહેલા બાળકની સર્જરી કરાવી. ૪ કલાક ચાલેલા આ ઓપરેશનમાં સિંપસનના ગર્ભને ખોલવામાં આવ્યું જેમાં બાળકના બોટમને ખોલી દીધું. સર્જન્સે બાળકના નીચલા સ્પાઇનમાં એક નાનકડું કાણું બનાવ્યું. પહેલા ડૉકટર્સે કોમ્પિલેકશન્નસને જોતા કહ્યું હતું કે સિંપસન માટે અબોર્શન કરાવું વધું યોગ્ય રહેશે પરંતુ સિંપસનનું કહેવું હતું કે હું એવું વિચારી પણ ના શકું હું મારા બાળકની કિકને ગર્ભમાં મહેસૂસ કરતી હતી. આ ઓપરેશન સફળ રહ્યું અને બાળકના જન્મનો સમય એપ્રિલ ૨૦૧૯માં છે.

Related posts

धारा 370 – शिमला समझौते के तहत कदम उठाएं भारत – पाक. : गुटेरेस

aapnugujarat

700 रुपये ज्यादा चुकाना होगा H1-b वीजा के लिए आवेदन शुल्क

aapnugujarat

अमेरिका में भारी बारिश और आंधी, व्हाइट हाउस के बेसमेंट में भरा पानी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1