Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઓવૈસીએ કહ્યું – મોદીએ તેમના ભાષણમાં તમામ તહેવારોના નામ લીધા, ઈદને ભૂલી ગયા ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટની વચ્ચે મંગળવારે દેશને સંબોધિત કરતા વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજનાને નવેમ્બર સુધી વિસ્તારની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગરીબો અને જરૂરિયાત વાળા લોકોને હવે દિવાળી અને છઠ સુધી મફ્તમાં અનાજ મળશે. વડાપ્રધાન મોદીની આ જાહેરાત પર એઆઈએમઆઈના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ નિશાન તાક્યું છે. તેમણે જણાવ્યું છે કે, તેમણે કેટલાક તહેવારોનો ઉલ્લેખ કર્યો પરંતુ બકરી ઈદ વિશે વાત કરવાનું ભૂલી ગયા. અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ચીનનો ઉલ્લેખ કરવા પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે વડાપ્રધાન કાર્યાલયને ટેગ કરતા ટ્‌વીટમાં લખ્યું છે કે, આજે ચીન પર વાત કરવાની હતી અને ચણા પર વાત કરીને જતા રહ્યા. જો કે જરૂર પણ હતી કેમકે અનઆયોજીત લોકડાઉનમાં અનેક લોકો ભૂખ્યા રહી ગયા છે.ઓવૈસીએ જણાવ્યું હતું કે, તેમણે આગામી મહિનામાં આવનારા તહેવારોનો ઉલ્લેખ કર્યો પરંતુ બકરી ઈદ ભૂલી ગયા? તમે છતાં તમને ઈદ મુબારક.

Related posts

નરેન્દ્રગીરીની હત્યાના ૩ આરોપીની સીબીઆઈએ માંગી કસ્ટડી

editor

दिल्ली के मुख्य सचिव से मारपीट का मामला : पुलिस ने कार्ट बताया, सीसीटीवी की टाइमिंग पीछे

aapnugujarat

जायरा वसीम के ऐक्टिंग छोड़ने पर शिवसेना और भाजपा ने उठाए सवाल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1