Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોરોનિલ વિવાદ પર રામદેવ ભડક્યા, કહ્યું- અમારી સફળતાથી વિરોધીઓને મરચાં લાગ્યા

પતંજલિ આયુર્વેદની કોરોનિલ દવા અંગેનો વિવાદ વકરતા મંગળવારે યોગગુરૂ સ્વામી બાબા રામદેવે કેટલીક સ્પષ્ટતા કરી છે. બાબા રામદેવે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું કે કોરોનિલ બજારમાં લોન્ચ થતા વિરોધીઓને મરચાં લાગ્યા છે. બાબા રામદેવે પ્રતિસ્પર્ધીઓ પર આક્રોષ ઠાલવ્યો હતો અને જણાવ્યું કે, વિરોધીઓ તેમજ ડ્રગ માફિયાઓએ તો અમારી વિરુદ્ધ દેશદ્રોહી-આતંકવાદીની જેમ એફઆઈઆર દાખલ કરાવી દીધી. બાબા રામદેવે ૨૩ જૂનના કોરોનિલ દવાની જાહેરાત કરી હતી. આ દવા રજૂ કરતા એવો દાવો કરાયો હતો કે આનાથી કોરોનાના દર્દીઓ એક સપ્તાહમાં રિકવર થઈ શકે છે. બાબા રામદેવે કરેલા આ દાવાને લઈને વિવાદ વકર્યો હતો. કેન્દ્ર સરકાર તેમજ કેટલાક રાજ્યોની સરકારોએ પણ બાબા રામદેવના દાવાને ખોટો ગણાવ્યો હતો. ત્યારબાદ પતંજલિએ જણાવ્યું હતું કે આ કોરોનાની દવા નથી, ઈમ્યુનિટી બૂસ્ટર છે.સ્વામી રામદેવે આ મુદ્દે આચાર્ય બાલકૃષ્ણ સાથે મળીને બુધવારે હરિદ્વારમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. બાબા રામદેવે જણાવ્યું કે, તેમણે કોરોનિલ માટે ક્લિનિકલ ટ્રાયલ્સથી લઈને રજીસ્ટ્રેશનના નિયમોનું પાલન કર્યું છે. રામદેવે કોન્ફરન્સમાં વિરોધીઓ પર આક્રોશ ઠાલવ્યો હતો.
બાબાએ પ્રેસ કોન્ફરન્સના પ્રારંભમાં જણાવ્યું કે, લોકો કહી રહ્યા છે કે, પતંજલિએ ગુલાંટ મારી, કેટલાક લોકોએ તો મારી જાતિ, ધર્મ, સંન્યાસને લઈને ખોટી અફવાહો ફેલાવીને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો. આના પરથી લાગે છે કે હિન્દુસ્તાનમાં આયુર્વેદ ક્ષેત્રે કામ કરવું ગુનો છે. અમે યોગ-આયુર્વેદથી ખ્યાતિ મેળવી છે, તેનાથી કેટલાક લોકોને મરચાં લાગી રહ્યા છે. તમને કોઈ વાંધો હોય તો બાબા રામદેવને ખૂબ ગાળો આપો, અમે તેનાથી પ્રૂફ થઈ ગયા છીએ.સ્વામી રામદેવે પોતાની વિરુદ્ધ થયેલી એફઆઈઆર અંગે પણ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. બાબાએ જણાવ્યું કે દેશભરમાં અમારી સામે એફઆઈઆર દાખલ કરાવાઈ છે. કોઈ દેશદ્રોહી અને આતંકવાદી વિરુદ્ધ ફરિયાદ થાય તેવું કરાયું છે. જ્યારે આયુષ મંત્રાલયે જણાવ્યું કે પતંજલિએ કોવિડ ૧૯ મેનેજમેન્ટ માટે પર્યાપ્ત કામ કર્યું છે ત્યારે વિરોધીઓના ઈરાદાઓ પર પાણી ફરી ગયું. અમે નથી કહી રહ્યા કે તમે અમારી પ્રશંસા કરો પરંતુ તિરસ્કાર પણ ના કરો.બાબા રામદેવે જણાવ્યું કે પતંજલિએ કોરોનિલ પર કંટ્રોલ ડબલ બ્લાઈન્ડ ક્લિનિકલ ટ્રાયલ કર્યું છે, તેમાં દર્દી ત્રણ દિવસમાં ૬૯ ટકા અને સાત દિવસમાં ૧૦૦ ટકા નેગેટિવ થઈ શકે છે. અમે આ અંગેના તમામ ડેટા આયુષ મંત્રાલયને આ આપ્યા છે. તમામ મંજૂરીઓ પણ આયુષ મંત્રાલયને સોંપવામાં આવી છે.

Related posts

ભાજપને હરાવવા વિરોધી પક્ષોની મોટી યુતિ જરૂરી : એનસીપી

editor

DGGI, GST अधिकारियों ने फर्जी बिल मामले में 104 लोगों को गिरफ्तार किया

editor

કોંગ્રેસ-ડાબેરીની સરકારોએ મહિલાઓને યોગ્ય સન્માન નથી આપ્યું : નરેન્દ્ર મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1