Aapnu Gujarat
શિક્ષણ

ડુચકવાડાની શ્રી.એસ.આર.મહેતા સ્કુલના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

કોઈપણ શાળામાં શિક્ષક વય નિવૃત્ત થતાં વિદાય સભારંભ ગોઠવવામાં આવતો હોય છે અને શાળાના શિક્ષકને સન્માન આપી વિદાય આપવામાં આવતી હોય છે ત્યારે શિક્ષક પણ પોતાની ફરજ સમજી શાળાને દાન કરતા હોય છે. તાજેતરમાં દિયોદર તાલુકાના ડુચકવાડા ગામે આવેલ શ્રી એસ આર મહેતા ઉ.બુ. હાઈસ્કૂલમાં ફરજ બજાવતા દેસાઈ ધીરજીભાઈ સરતાનભાઈ (ઉંઝાવાળા) વયનિવૃત્ત થતા શાળાને ૫૧૦૦૦/- રૂપિયાઉનું દાન કર્યું હતું. જોકે શાળામાં પોતાના પિતાજીની તસવીર આપી ૫૧૦૦૦/- નું દાન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય દેવજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ધીરજીભાઈએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. દાન આપવા બદલ તેમનો ખુબ ખુબ આભાર માનીએ છીએ. ધીરજીભાઈનું બાકીનું જીવન સુખમય આનંદમય નીવડે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ.જોકે ધીરજીભાઈ અહીં ૩૪ વર્ષ ફરજ અદા કરી છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

२०२० में कक्षा १०-१२ की बोर्ड परीक्षा ५ मार्च से होगी

aapnugujarat

आरटीई को लागू नहीं स्कूलों के विरूद्ध कार्यवाही : हाईकोर्ट

aapnugujarat

શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના આચાર્ય ઘનશ્યામ બારૈયાનો વિદાય સમારંભ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1