Aapnu Gujarat
ગુજરાત

નર્મદા ડેમની જળ સપાટી ૧૨૭.૧૬ મીટરે પહોંચી

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૨૭.૧૬ મીટરે પહોંચી છે. સરદાર સરોવર નર્મદા ડેમના ૨૦૦ મેગાવોટનાં ૪ યુનિટો શરૂ કરાતા હાલ રોજનું ૫ થી ૬ કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.વીજ મથક શરૂ થતાં ૪૦ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતા નર્મદા નદી બન્ને કાંઠે વહેતી થઈ છે.હાલ સરદાર સરોવર નર્મદા ડેમના વીજ મથક દ્વારા કુલ ૨૭૩૨૬ મેગાવોટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.તો બીજી બાજુ નર્મદા ડેમમાં લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ૨૫૭૧ મિલીયન ક્યુબીક મીટર છે તો બીજી બાજુ મુખ્ય કેનાલમાં ૧૦૯૦૭ ક્યુસેક પાણી છોડાય રહ્યું છે.સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદામાં ૪૦,૦૦૦ ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઇ છે.જેના કારણે ગરુડેશ્વર પાસેનો વિયર ડેમ કમ કોઝ વે ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે.

Related posts

વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે ભોજવા ખાતે આયુષ્યમાન ભારત કાર્ડનું વિતરણ

aapnugujarat

પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ વિસ્તારક યોજના અંતર્ગત કડી તાલુકાનાં ગામડાંનો પ્રવાસ કર્યો

aapnugujarat

અમદાવાદમાં એક કલાકમાં સરેરાશ ૨૦૦ નાગરિકો પાસપોર્ટ માંગી રહ્યા છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1