Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં ૭ ડાયમંડ પેઢી બંધ કરાવાઈ

અમદાવાદ સૂરતમાં કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે સુરતના કતારગામ ઝોન માં ૭ ડાયમંડ પેઢી બંધ કરવાઇ છે. રત્નકલાકારોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા આ કામગીરી કરાઈ છે. કુલ ૧૨૮ લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે. તેમજ ૪ રત્નકલાકારો પાસેથી દંડ વસૂલાયો છે.
તો બીજી તરફ, નવસારીમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. હોટ સ્પોટ સુરતને કારણે નવસારીમાં કોરોના સંક્રમિતોનો વધારો થઈ રહ્યો છે. નવસારીમાં એક યુવતી અને વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો બીલીમોરાના રત્ન કલાકારની ૧૮ વર્ષિય દીકરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવસારીના લાયબ્રેરી નજીકના ૭૭ વર્ષિય વૃદ્ધ કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું છે. હૃદય રોગના દર્દી રમણ સુરતી રૂટિન ચેકઅપ માટે સુરત ગયા અને તેઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. બંનેને સારવાર અર્થે નવસારીની કોવિડ ૧૯ હોસ્પિટલમાં ખસેડાયા છે. આમ, નવસારીમાં કોરોનાના કુલ પોઝિટીવ કુલ ૪૨ કેસો છે. જેમાં ૩૦ રિકવર, ૧ મોત અને ૧૨ એક્ટિવ કેસ છે.જામનગરમાં પણ આજે વધુ બે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. દરબારગઢમાં રહેતા ૬૫ વર્ષીય પુરુષને કોરોના નીકળ્યો છે. જેઓને સેલિબ્રેશન હોટલમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. શિપિંગના ધંધાર્થી વેપારીને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે. આમ, જામનગરમાં કોરોના પોઝિટિવનો આંકડો સદીની નજીક પહોંચી રહ્યો છે.

Related posts

રાજ્યમાં ટેકાના ભાવે ૭૭.૬૭ લાખ ક્વિન્ટલ મગફળી ખરીદાઇ

aapnugujarat

अहमदाबाद में 7 लाख लोगों को दी जाएगी कोरोना वैक्सीन

editor

રોડ કૌભાંડ મામલે મોટા માથાઓને બચાવવા રોડ નમુનાની તપાસની પ્રક્રિયા મંથરગતિથી ચલાવાઈ રહી છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1