Aapnu Gujarat
રાષ્ટ્રીય

રેલવેએ ખતમ કર્યો ચીની કંપની સાથે કરાર

લદાખની ગલવાનની ઘાટીમાં ચીની સૈનિકો ના હુમલામાં શહીદ થયેલા ભારતીય સેનાના જવાનોની શહાદતનો બદલો લેવા માટે સરકારે ચીનને ઘેરવાની તૈયારી શરૂ કરી દીધી છે. ગુરુવારે ભારત અને ચીનની સેનાઓ વચ્ચે મેજર જનરલ સ્તરની વાતચીત થઈ હતી. બીજી તરફ ભારતીય રેલવેએ પણ ચીની કંપની સાથે પોતાનો કરાર ખતમ કરી દીધો છે.
સમાચાર એજન્સી એએનઆઈના મતે ભારતીય રેલવેએ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ઓફ ઇન્ડિયાએ બીજીંગ નેશનલ રેલવે રિસર્ચ એન્ડ ડિઝાઈન ઇન્સ્ટીટ્યૂટ ઓફ સિગ્નલ એન્ડ કમ્યુનિકેશન્સ ગ્રૂપ કો લિ. સાથે કરાર ખતમ કરી દીધો છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત કાનપુર અને ઇહન દયાલ ઉપાધ્યાય રેલવે સ્ટેશનના સેક્શન વચ્ચે ૪૧૭ કિમીમાં સિગ્નલિંગ અને ટેલિકમ્યુનિકેશન્સનું કામ થવાનું હતું. આનો ખર્ચો ૪૭૧ કરોડ રૂપિયા છે.
તમને જણાવી દઈએ કે ગલવાન ઘાટીમાં સોમવારે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક ઝડપમાં ૨૦ ભારતીય સૈન્યકર્મી શહીદ થયા હતા. આ ઝડપમાં ભારતીય સેનાના લગભગ ૧૮ જવાન ગંભીર રુપથી ઇજાગ્રસ્ત થયા હતા.
સૂત્રોએ જણાવ્યું છે કે ગલવાન ઘાટીની નજીક બંને પક્ષો વચ્ચે મંગળવારે અને બુધવારે થયેલી વાર્તામાં કોઈ નિર્ણય આવ્યો ન હતો.ચીનને સખત સંદેશો આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે ભારત શાંતિ ઇચ્છે છે પણ જો ઉકસાવવામાં આવશે તો તે યોગ્ય જવાબ આપવામાં સક્ષમ છે. સાથે કહ્યું હતું કે ભારતીય જવાનોનું બલિદાન વ્યર્થ જશે નહીં.

Related posts

चोकसी केस : SC पहुंचे केंद्र और ED, बॉम्बे HC के फैसले को दी चुनौती

aapnugujarat

Hurriyat would support all peace initiatives that aims at peaceful resolution of Kashmir issue: Mirwaiz

aapnugujarat

અયોધ્યા-કાશી છોડો, પહેલા જામા મસ્જિદ તોડો : સાક્ષી મહારાજ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1