Aapnu Gujarat
Uncategorized

મહેસાણામાં ગુજરાત ગાડલીયા લુહાર સમાજ સાત ફેરા સમિતિ દ્વારા સમુહ લગ્નનું આયોજન

મહેસાણા ખાતે ગુજરાત ગાડલીયા લુહાર સમાજ સાત ફેરા સમુહ લગ્ન સમિતિ તેમજ નવજાત ગના પ્રસંગના દ્વિતીય સમુહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમુહ લગ્ન માં ગાડલીયા લુહાર સમાજના ૧૬ યુગલો પ્રભુતામાં પગલાં પાડશે. સપ્તપદીના સાત ફેરા સાથે અને ગોર મહારાજના વૈદિક મંત્રોચ્ચાર સાથે અગ્નિની સાક્ષીએ ૧૬ યુગલો સંસાર ચક્રના પવિત્ર રથને આગળ ખેંચી જવા તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવાના સંકલ્પોેને સિદ્ધ કરવા સહ જીવન ની કેડીએ પગલાં માંડે છે. આ મહાયજ્ઞ્ને જીવંત રાખવા ગાડલીયા લુહાર સમાજના સમાજ શ્રેષ્ઠીઓ અને સમાજ સેવીઓ પણ પોતાનું યોગદાન આપી આ જોડલાને સંસારની કેડીએ ચલાવવા માટે પ્રેરણા અને હિંમત આપતા રહે છે.
આગામી તા.૨૫/૦૨/૨૦૨૦ના રોજ મહેસાણા ખાતે સુવિધા સંકુલ ગોપાલ વિદ્યાપીઠ રાજગર હેડુવા બાયપાસ ખાતે ગુજરાત ગાડલીયા લુહાર સાત ફેરા સમુહ લગ્ન સમિતિ દ્વારા દ્વિતીય સમુહ લગ્ન સમારંભ યોજાવા જઈ રહ્યો છે. આજના આ મોંઘવારીેના સમયમાં જરૂરીયાતમંદ દીકરીના પિતાના ખભેથી ભાર ઉતારવા માટે સમુહ લગ્ન સમિતિ દ્વારા સખત મહેનત કરીને સમાજમાંથી આશરે ૩૦ ઉપરાંત ઘરવખરીની વસ્તુઓનો કરિયાવર દાનરૂપે લઈ દીકરીઓને આપવામાં આવશે.
આ સમુહ લગ્ન સમારંભને સફળ બનાવવા માટે સાત ફેરા સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ ભુપતસિંહ બાલાણી, ઉપાધ્યક્ષ સંજયસિંહ રાઠોડ, મંત્રી પદ્માભાઈ,કુંવરસિંહ રાઠોડ, સલાહકાર કિશોરસિંહ, મીડિયા પ્રભારી વિઠ્ઠલસિંહ અજાણી, યુવા પ્રમુખ પ્રદ્યુમનસિંહ અજાણી, સંજયસિંહ, કરણસિંહ સહિતના અસંખ્ય કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.
(અહેવાલઃ- દેવરાજ રાઠોડ)

Related posts

વેરાવળના ભીડીયા બંદર જેટી મા Rcc કરવામાં તો આવ્યું પરંતુ ગંદા પાણી ના નિકાલ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વાહનચાલકો મુશ્કેલી વધી

aapnugujarat

શું તમે રોજ એકના એક નાસ્તાથી કંટાળી ગયા છો, તો બનાવો સ્વાદિષ્ટ ખાંડવી

editor

સિદ્ધપુર-પાટણમાં બની રહેલાં શિવધામ માટે પ્રદીપ બારોટે સોમનાથ મંદિરેથી અખંડ જ્યોત લઈ પગપાળા પ્રસ્થાન કર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1