Aapnu Gujarat
ગુજરાત

છોટાઉદેપુર જિલ્લાનાં હરવાંટ ગામે જુવારિયા ઈંદની ઉજવણી

છોટાઉદેપુર જિલ્લાનાં ખુટાલીયા, માણકા, અને હરવાંટ ગામમાં ગામસાઈ જુવારીયા ઈંદની આદિવાસીઓએ પ્રાચીન પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી જેમાં આદિવાસી સમાજનાં દરેક ગામના લોકો મળી દેવી-દેવતાનાં દેવ સ્થાન હોય છે અને એ દેવ સ્થાન માટે ગામની જગ્યા ફાળવવામાં આવેલ હોય તે જગ્યાએ સાગનાં લાકડામાંથી બનાવેલ દેવ પ્રતીકો રોપીને પૂજા અર્ચના કરતા હોય છે. આ દેવ સ્થાનની જગ્યાને માલુંણ તરીકે ઓળખવામાં આવે છે. આદિવાસી વિસ્તારનાં ગામોમાં જ્યાં દેવો બેસાડવામાં આવેલ છે ત્યાં દર પાંચ વર્ષે ગામ લોકો ભેગા મળી અનાજ અને ફંડ ફાળો એકત્રિત કરી જુવારિયો ઈંદનો તહેવાર ઉજવવામાં આવે છે. હરવાંટ ગામમાં યોજવામાં આવેલ ગામસાઈ ઈંદની વિશે રાજેશ રાઠવા જણાવી રહ્યા છે કે અમારા ગામમાં બે એકર જેટલી જમીનમાં વર્ષોથી ૪૦ જેટલા આદિવાસી દેવી-દેવતાઓને બેસાડવામાં આવેલ છે. અમારી પ્રાચીનકાળની પરંપરાગત મુજબ દર પાંચ વર્ષે ગામ લોકો ભેગા મળી ગામસાઈ ઈંદનો તહેવાર ઉજવવામાં આવે છે. જુવારિયા ઈંદમાં ૧૫ દિવસ પહેલા ૯ કરંડિયાઅને એક ટોપલીમાં સાત પ્રકારના અનાજ જુવારા વાવવામાં આવે છે અને જુવારા વાવ્યાં બાદ દરરોજ રાત્રીનાં સમયે ગામ લોકો ભેગા મળીને સ્ત્રીઓ દ્વારા ગીતો ગાવામાં આવે છે. ખાખર,સાગના પાનમાં સિંધુર , કંકુ, ચોખાની પડીકી બનાવી દરેક સગા સંબંધીઓને પડીકી દ્વારા આમંત્રણ આપવામાં આવે છે અને દરેક સગાને આમંત્રણમાં આપેલ પડીકી સાથે લયને જુવારિયા ઈંદમાં આવવાનું હોય છે.
ઈંદના દિવસે ગામનાં પુજારા, બળવા ,ભુવાઓ સાથે ગામની સીમમાંથી કદમ, કોકડિયા(કડો)નાં ઝાળની ૧૦ ડાળખી કાપવા બળવાઓ દ્વારા પૂજા કરવામાં આવે છે અને એ ડાળખીને નીચે પડવા દેવામાં આવતી નથી. ઢોલ , માદળ સાથે નાચગાન કરતા દેવસ્થાનમાં લાવીને મકાઈ, શેરડીનાં છોડ સાથે રોપીને પૂજા અર્ચના કરવામાં આવે છે. બળવા દ્વારા સીમનાં તમામ દેવોને ઘોયનું ગાયને રીઝવવામાં આવે છે જે દેવનાં આવે તો એ દેવને ઘોયનામાં ગાળો પણ બળવા દ્વારા દેવામાં આવે છે.પુજારા અને બળવા, ભુવાઓ દ્વારા કરવામાં આવતી વિધિમાં ગામનાં તમામ પશુ, પંખી, ઝાડ પાન અને લોકોની સુખાકારી માટે ઘોયનું ગાયને પૂજા અર્ચના કરી પુરી રાત ઢોલ નગારા સાથે નાચ ગાન થાય છે. સ્ત્રીઓ પણ ગીતો ગાયને આદિવાસી દેવી દેવતાઓને રીઝવે છે.
ત્યારબાદ વહેલી સવારે પૂજામાં રાખેલી ઝાળની ડાળીઓને નજીકનાં તળાવ કે નદીમાં ડુબાડી દેવામાં આવે છે. ૭૫ કે ૮૦ વર્ષે પેઢી બદલવામાં આવે છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

રાજ્યના ૪ ડેમ તળિયાઝાટક

editor

હળવદના સુંદરગઢ નજીક ડમ્પર-એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત, ૩ના મોત

editor

किसान बिल के खिलाफ कांग्रेस नेता सडकों पर

editor

Leave a Comment

UA-96247877-1