Aapnu Gujarat
ગુજરાત

રાજ્યના ૪ ડેમ તળિયાઝાટક

રાજ્યમાં વરસાદ પાછો ખેંચાતા ગુજરાતના ખેડૂતો પર સંકટના વાદળ ઘેરાયા છે, તો આ તરફ ગુજરાતમાં પણ પાણીનું સંકટ સર્જાઈ શકે તેવી તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે રાજ્યમાં જાેઈએ એવો વરસાદ ન થતા મોટા ભાગના ડેમમાં પાણી આવક થઈ નથી જેથી ડેમાો ખાલી થવાની કગાર પર આવી ગયા છે જેથી પાણીની સમસ્યા ઊભી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
રાજ્યમાં વરસાદ ખેંચાતા રાજ્યના ડેમોમાં થોડુ જ પાણી બચ્યુ છે, જે ડેમોપાણીની સમસ્યા સર્જાઈ છે તે ડેમની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ૮૦ ડેમો એવા છે જેમાં ૨૦ ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે આગામી સમયમાં જાે વારસાદ નહીં પડે તો ગુજરાતમાં મોટું જળ સંકટ સર્જાઈ શકે છે. રાજ્યના ૪ ડેમની હાલત તો તળિયાઝાટક જેવી જાેવા મળી રહી છે. જ્યારે ઉત્તર ગુજરાતના ૧૫ ડેમ એવા છે જેમાં સરેરાશ ૨૪ ટકા પાણી બચ્યું છે. આ તરફ કચ્છના ૨૦ ડેમમાં ૨૨.૮૮ પાણી બચ્યું છે.
અહેવાલમાં રાજ્યના ૧૬ ડેમોમાં માત્ર ૧ ટકાથી પણ ઓછુ પાણી હોવાનું તારણ સામે આવ્યું છે આ વખતે ચોમાસાની સિઝનમાં પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડતા અનેક ચેકડેમોમાં પાણીની આવક થઈ નથી, રાજકોટના ભાદર ડેમમાં માત્ર ૨૨.૯ ટકા જ પાણી રહ્યું છે જ્યારે ૪૯ ડેમમાં ૧૦ ટકાથી ઓછું પાણી બચ્યુ છે.
મહત્વનું છે કે ખેડૂતો સિંચાઈ માટે કેનાલમાંથી પાણી આપવામાં આવતું હોય છે આમ ડેમમાંથી કેનલામાં પાણી છોડવામાં આવતા પાણી જેટલી જાવક થાય છે એટલા પ્રમાણમાં આવક જાેવા મળતી નથી. ગુજરાતમાં માત્ર પાંચ ડેમ એવા બચ્યા છે જેમાં ૧૦૦ ટકા પાણી બચ્યું છે. જાે વરસાદ નહીં પડે તો આગામી સમયામાં પાણીની વિપરિત પરિસ્થિત સર્જા શકે છે.
રાજ્યમાં આ વખતે જાેઈએ એવો વરસાદ પડ્યો નથી જેથી ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોને પાકને લેઈને ચિંતા સતાવી રહી છે ખેડૂતો પાકમાં પાણીની સિંચાઈ માટે વરસાદ પર ર્નિભર રહેતા હોય છે પરતું જુલાઈ મહિના બાદ વરસાદ પાછો ખેંચાઈ ગયો છે જાે કે કેટલીક જગ્યાએ હળવા વરસાદ ઝાપટા પડે છે પરતું ગુજરાતમાં હજુ પણ પૂરતા વરસાદ ન પડતા વરસાદની ૪૪ ટકા ઘટ જાેવા મળી રહી છે.
ઉત્તર ગુજરાતના ૧૫ ડેમોમાં સરેરાશ ૨૪% પાણી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૧૮ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઇ સંભાવના પણ નથી. રાજ્યમાં વરસાદની સૌથી વધુ ઘટ વર્તાઈ રહી છે ઓગસ્ટના પહેલા-બીજા અઠવાડિયા સુધીમાં તો ૫૦ ટકા વરસાદ વરસી ચૂક્યો હોય છે. પરંતુ આ વર્ષે હજુ ૧૨ ઈંચ સાથે સરેરાશ ૩૬ ટકા જ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આ વખતે સામાન્ય કરતાં ચોમાસાનો વહેલો પ્રારંભ થયો હતો. પરતું ઓગસ્ટનું પ્રથમ સપ્તાહ પૂર્ણ બાદ પણ આ વખતનું ચોમાસું અત્યાર સુધીનું સૌથી સાધારણ બની રહ્યું છે.
રાજકોટના ભાદર ડેમમાં ૨૨.૯% જ પાણી રહ્યું
રાજ્યના જળાશયો અને ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવશે. આથી ૫ લાખ હેક્ટર જમીનને સિંચાઇનો લાભ મળશે. વાવેતરને જીવતદાન મળશે. સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમમાંથી ૮૮ ડેમો મારફતે સિંચાઇ માટે પાણી આપવામાં આવશે. સૌરાષ્ટ્રના ૬૦ હજાર હેક્ટર જમીનને સિંચાઇ માટે પાણી મળશે. ઉત્તર ગુજરાતના ધરોઇ ડેમનું પાણી ૧૫ હજાર હેક્ટરને સિંચાઇ માટે મળશે. તો આ તરફ
રાજ્યના ૪૯ ડેમમાં ૧૦%થી ઓછું પાણી બચ્યુ
મધ્યગુજરાતના કડાણા ડેમમાંથી મહિ કમાન્ડને ૬ હજાર ક્યુસેક પાણી અપાશે. તેમજ પાનમ સહિતના ૧૧ ડેમમાંથી ૨ લાખ ૧૦ હજાર હેક્ટરને સિંચાઇ માટે પાણી મળશે. જયારે દક્ષિણ ગુજરાતના ૬ ડેમમાંથી પાણી અપાતા ૧ લાખ ૯૦ હજાર હેક્ટર જમીનને ફાયદો થશે.

Related posts

હવે બનાસકાંઠાનું વિભાજન કરવા માટે ઉગ્ર માંગણી ઉઠી

aapnugujarat

મણિનગર : યુવતીએ ટ્રેનની સામે પડતું મૂકતાં મોત

aapnugujarat

हार्दिक का युवती के साथ अब आपत्तिजनक विडियो

aapnugujarat

Leave a Comment

UA-96247877-1