Aapnu Gujarat
ગુજરાત

હવે બનાસકાંઠાનું વિભાજન કરવા માટે ઉગ્ર માંગણી ઉઠી

ગુજરાતના બનાસકાંઠાનું વિભાજન કરીને થરાદ જિલ્લો બનાવવાની માંગ દિનપ્રતિદિન ઉગ્ર બની રહી છે. આ સંદર્ભમાં વિશાળ રેલી યોજીને હવે કલેક્ટરને આવદેનપત્ર આપવામાં આવ્યું છે. ભારત-પાકિસ્તાન સરહદ ઉપર રાજ્યના સૌથી મોટા જિલ્લા બનાસકાંઠાના વિભાજનની માંગ આગામી દિવસોમાં પણ ઉઠે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આના ઉપર દબાણ પણ લાવવામાં આવી શકે છે. સામાન્ય રીતે બનાસકાંઠાને પછાત જિલ્લો ગણાતો હતો. કારણ કે તેનો વિસ્તાર ખુબ વધારે છે. અને ભારત – પાકિસ્તાનની સરહદે આવેલો જિલ્લો છે. જેમાં લગભગ ૧૮થી પણ વધુ મોટા તાલુકા આવેલા છે. થરાદ વેપારની દૃષ્ટીએ ખુબ જ મહત્વ ધરાવે છે. થરાદના વેપારીઓ આખા ગુજરાતમાં તેમની કુશળતા માટે પ્રખ્યાત છે. અદાણી જુથના માલીકો થરાદના છે.એટલુજ નહીં તેમની એકતા, વ્યવસાયીક આવડત અને સખ્ત પરિશ્રમને કારણે સૌથી વધુ વણિક કોમ ખુબ જ આગળ આવી છે. જેમાં આર્થીક, શૈક્ષણિક, સામાજીક ક્ષેત્રે ખુબજ વિકાસ થયો છે. થરાદને જિલ્લા બનાવવાની આ માંગણી સાથે સૂઈ ગામ, વાવ, દિયોદર, ભામર, ધાનેરા સહિતના તાલુકાઓના રહીશોનો સંપૂર્ણ ટેકો છે. લગભગ ૩૦૦ થી પણ વધુ કિ.મી.માં પથરાયેલા આ જિલ્લાના નાના નાના કામો માટે વળી જિલ્લા પંચાયતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસના કામો પહોંચતા નથી અને સતાવાળાના નજરમાં તે ગામો કે તાલુકા આવે નહી તેવુ પણ બને . આ વિસ્તારના લોકો દેશના ખુણે- ખુણે પથરાયેલા છે. આ ઔદ્યોગીક દૃષ્ટીએ પણ ખુબ મહત્વ ધરાવે છે. જેમકે રાયડાની મીલો, કાપડની મીલો, હીરાના કારખાના ખુબજ મોટા પ્રમાણમાં આવેલા છે, તેમ થરાદના અગ્રણી દીલીપ દોશીએ જણાવ્યું છે.

Related posts

होमगार्ड के सस्पेंडेड सीनियर कमांडेंट के विरूद्ध शिकायत

aapnugujarat

લાંભા તળાવમાં બે સગીર, મહિલા સહિત ૩ ડૂબી ગયા

aapnugujarat

स्वास्थ्य कर्मचारियों द्वारा चलाए जा रही हड़ताल की रणनीति को निर्धारित करने के लिए बैठक हुई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1