Aapnu Gujarat
Uncategorized

૨૨ ડિસેમ્બરે બોડેલીની એમડીઆઈ સ્કૂલમાં ફ્રી આઈ ચેક કેમ્પનું આયોજન

નબીપુર ગામના એક મુસ્લિમ તરફથી તમામ મર્હુમોના ઈસાલે સવાબ અર્થે લિલ્લાહ સાર્વજનિક હોસ્પિટલ-નબીપુરના તથા ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ ના સૌજન્યથી સેવા-રૂરલ ઝઘડીઆ તરફથી આયોજીત મફત આાંખોનો નિદાન કેમ્પ ૨૨ ડિસેમ્બરે બોડેલીના અલીપુરા વિસ્તાર માં આવેલ એમ.ડી.આઈ. સ્કૂલ (ખત્રી વિદ્યાલય) ખાતે યોજાશે. આંખોના નિદાન કેમ્પ માં ઓપરેશન લાયક દર્દીઓને મફત નેત્રમણી (લેન્સ) મૂકી આપવામાં આવશે. આંખના સર્જન દ્વારા આંખની તપાસ કરાશે આંખના રોગોની તકલીફો જેવી કે, આંખે ઝાંખ વળતી હોય, દુઃખતી હોય, આંખ ચોટતી હોય, લાલ રહેતી હોય વિગેરે તકલીફોનું નિદાન કરી મફત સારવાર આપવામાં આવશે જેમને મોતીયા, ઝામર, વેલ, નાસુર જેવા ઓપરેશનની જરૂર હશે તેવા અને વધુ સારવારની જરૂરવાળા દર્દીઓને આ શ્રી કસ્તુરબા હોસ્પીટલ સેવા રુરલ, ઝઘડીયા ખાતે દાખલ કરી સારવાર કરવામાં આવશે. બોડેલીના નિદાન કેમ્પના સ્થળેથી ઓપરેશનની જરૂરીયાતવાળા દર્દીઓને કેમ્પના દિવસે જ ઝઘડીયા ખાતે લઈ જવાના તથા ઓપરેશન પછી કેમ્પના સ્થળે પરત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. કેમ્પમાં કરવામાં આવેલ વ્યવસ્થા ઓપરેશન લાયક વધારે દર્દીઓ નીકળશે તો તારીખ આપવામાં આવશે. ઝઘડીયા ઓપરેશન માટે દાખલ કરેલ દર્દી તથા દર્દીના એક સગાને મફત જમવાનું ઓપરેશન પછી દવા તથા કાળા ચસ્મા મફત આપવામાં આવશે. ઓપરેશનવાળા દર્દીઓએ સાથે થાળી-વાડકી પ્યાલો લઈને આવવું. દર્દીના સગાએ પોતાના માટે ઓઢવા પાથરવાની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. આંખના નંબર તપાસી મર્યાદિત નંબરના ગોલ્ડન ફ્રેમવાળા ચશ્મા મફત આપવામાં આવશે.
(અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી)

Related posts

કોંગ્રેસ દિશા વિહીન છે, ભાજપ જ જંગી બહુમતીથી વિજય મેળવશે – જયેશ રાદડિયા

editor

કોંગ્રેસની વોટબેંકની નીતિને લોકો હવે ઓળખી ચુક્યા છે : રૂપાણી

aapnugujarat

સુરતમાં મિત્રએ મિત્રની કરી હત્યા

editor

Leave a Comment

UA-96247877-1