Aapnu Gujarat
Uncategorized

કોંગ્રેસ દિશા વિહીન છે, ભાજપ જ જંગી બહુમતીથી વિજય મેળવશે – જયેશ રાદડિયા

રાજકોટ જિલ્લામાં લોકશાહીના મહાપર્વ સમી રાજકોર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહી છે. વહેલી સવારથી જ પોતાનો અમૂલ્ય મત આપવા માટે તત્પર એવા રાજકોટ જિલ્લાવાસીઓ મતદાન કરી કરી રહ્યાં છે. ત્યારે હાલ રાજકોટ જિલ્લામાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને જયેશ રાદડિયા, પૂર્વ ધારાસભ્ય જયરાજ સિંહ જાડેજા, તેમના ધર્મ પત્ની થતા ધારાસભ્ય ગીતાબા જાડેજા, જસદણના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના ઉપપ્રમુખ ભરત બોઘરા અને રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાથી લઈને ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ મતદાન કર્યુ હતું. હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયાએ મતદાન કર્યુ હતું. તેમજ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.
મંત્રી જયેશભાઇ રાદડીયાએ જામકંડોરણા તાલુકા શાળા ખાતે મતદાન કર્યુ હતું આ અંગે તેમણે જણાવ્યું હતું કે, ભાજપ જામકંડોરણા તાલુકાના દરેક ઉમેદવારો જીતના વિશ્વાસ સાથે આ ચૂંટણીમાં ઉભા છે. વર્ષો સુધી એક ચક્રીશાસન કરતી કોંગ્રેસના ભાજપે સૂપડા સાફ કરી નાખ્યા છે, કોંગ્રેસ દિશા વિહીન છે અને દિશા વિહીન જ રહશે. આ ચૂંટણીમાં પણ ભાજપ જ જંગી બહુમતિથી વિજય મેળવશે. હું જામકંડોરણા તાલુકાના સર્વે નાગરિકોને મતદાન કરવા અપીલ કરું છું.

  • આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય જયરાજ સિંહ જાડેજા, તેમના ધર્મ પત્ની તથા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા સાથે મતદાન કર્યું હતું.
  • પોરબંદરમાં ભાજપના સાંસદ રમેશભાઇ ધડુકે ગોંડલની દાસીજીવણ સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું.
    રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. ભાજપના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ પણ ધીરુભાઈ સરવૈયા સાથે મતદાન કર્યું હતું. જાણિતા હાસ્યકાર ધીરુભાઈ સરવૈયાએ તેમના વતન ખીરસરા ખાતે મતદાન કર્યુ હતું અને જણાવ્યું હતું કે, મતદાન તો અચૂક પણે કરવું જ જોઈએ, માટે હું લોકશાહીના પર્વમાં જોડાવવા વધુમાં વધુ લોકોને મતદાન કરવા કરી અપીલ કરું છું.
    ગોંડલના રાજવી પરિવારે પણ મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. ગોંડલના રાજવી જ્યોતિઆદિત્યસિંહ જાડેજાએ પરિવાર સાથે દાસીજીવણ સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું.

Related posts

મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગરની ગુજરાત રાજ્યના મુખ્ય સચિવએ કરી મુલાકાત

editor

સોમનાથ મંદિર પર ટ્રસ્ટ દ્વારા ધ્વજા ચઢાવાઈ

aapnugujarat

માળીયા હાટીના તાલુકામાં રોડ-રસ્તાઓના કામો ચાલુ,જિલ્લા સાંસદના હસ્તે કરવામાં આવ્યું ખાતમુહૂર્ત

editor

Leave a Comment

UA-96247877-1