Aapnu Gujarat
ગુજરાત

માથાવલી ગામમાં રસ્તો કાઢવા બાબતે બબાલ

નર્મદા જિલ્લાના માથાવલી ગામમાં જમીનમાંથી રસ્તો કાઢવા જેવી નજીવી બાબતે બબાલ થતા પથ્થર મારી ગંભીર ઇજા બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ થવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર માથાવલી ગામના રમણીબેન દામજીભાઇ વસાવાની ફરિયાદ મુજબ તેમના પતિના ખાતાની જમીનમાં તેઓ રોડનું પુરાણ કરવા ગયા હતા તે વખતે દામજી ગામીયાભાઇ વસાવાએ “ આ જમીન અમારા ખાતાની છે, માટે આ જમીનમાંથી રસ્તો કાઢવાનું રહેવા દો અને સાઇડમાંથી રસ્તો કાઢો” તેમ કહી પતિ દામજીને માર મારતા પત્ની રમણીબેન વચ્ચે પડી કહેવા જતા તેની સાથે બોલાચાલી થઈ ત્યારે બામણીયા સુરજીભાઇ વસાવા્‌એ નજીકમાં પથ્થર માથામાં મારતાં ઈજા પહોંચાડી હતી. આ ગામ છોડી દો નહીં તો જાનથી મારી નાંખીશું કહી મારી નાંખવાની ધમકી આપતાં હિતેષ જાતરીયાભાઇ વસાવા, બામણીયા સુરજી વસાવા, સાજન જેઠીયા વસાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
(અહેવાલ :- આરીફ જી. કુરૈશી, રાજપીપળા)

Related posts

વિરમગામ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ

aapnugujarat

નંબર પ્લેટ વિના ફરતા વાહનો પર આરટીઓની લાલઆંખ

aapnugujarat

ગુજરાતના ૨૨૦ તાલુકામાં હજુ અપેક્ષાથી ઓછો વરસાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1