Aapnu Gujarat
Uncategorized

સાબરકાંઠા એલસીબી ચોરીના ભેદ ઉકેલવા સક્રિય

સાબરકાંઠા એલસીબી પોલીસ ચોરીના ભેદ ઉકેલવા વધુમાં વધુ સક્રિય બની છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઇડર પોલીસ મથક વિસ્તારના ગોરલ ગામેથી અગાઉ બજાજ પ્લસર કાળા કલરનું મોટરસાયકલ ચોરાયેલ હતું જે બાબતે ઇડર પોલીસ મથકમાં ફસ્ટ ગુના રજીસ્ટર નંબર ૧૪૯/૧૯ ઈપીકો કલમ ૩૭૯ મુજબ ઇડર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી જે સાબરકાંઠા એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીને આધારે હિંમતનગર દાંતા ફાટક પાસે થી ૦૧.એમ.જી ૮૯૯૮ મોટરસાયકલ નીકળતા પોલીસ દ્વારા તપાસ કરતા આરોપી મહેશ પુંજાભાઈ ખરાડી (ઉં.વ.૨૧, રહે કમદિયા, ગોરલ તા. ઈડર જી. સાબરકાંઠા)ને મોટરસાયકલ સાથે પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ અરવલ્લીના મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશન હદમાંથી અગાઉ સોનાના દોરાના આરોપીને સાબરકાંઠા એલસીબી પોલીસની ટીમે બાતમીને આધારે હિંમતનગર મોતીપુરા વિસ્તારમાંથી ઝડપી પાડી સોનાનો દોરો અને મોટરસાયકલ સહિત પકડી પાડી આરોપી પ્રહલાદ ઉર્ફે બટવો ખરાડી (ઉં.વ. ૨૪, રહે., શાંતિપુરા તા. મેઘરજ જી. અરવલ્લી ) જ્યોતિષ ખરાડી (ઉં.વ. ૨૧, રહે., ડોડીપાર ફળિયુ શાંતિપુરા તા. મેઘરજ જી. અરવલ્લી )નાઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

ભાજપ સરકાર ચલાવી ન શકતી હોય તો સત્તા છોડી દે : રાજીવ સાતવ

aapnugujarat

વેરાવળમાં ગાયોની તસ્કરી કરતાં બે શખ્સો ઝડપાયાં

aapnugujarat

તહેવાર સમયે સુરતમાં રોજના ૭૦ કરોડના કપડા, ૧૫ કરોડનું સોનું વેચાણ

editor

Leave a Comment

UA-96247877-1