Aapnu Gujarat
ગુજરાત

ઈડરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિને મશાલ રેલી યોજાઈ

૬ ડિસેમ્બરના રોજ પોલીસ ખાતાને મદદરૂપ થવા માટે હોમગાર્ડઝની સ્થાપના કરવામાં આવી હતી જેમાં હોમગાર્ડ દ્વારા માનદ વેતનથી પોલીસ સાથે ખડેપગે રહી હોમગાર્ડઝ જવાનો દ્વારા સેવાઓ આપવામા આવે છે જેમાં કુદરતી આફતો , પુર રાહત અને પોલીસ બંદોબસ્ત સાથે ઉત્તમ માનવ સેવા નિષ્ઠાપૂર્વક પુરી પાડવામા આવે છે અને દર વર્ષે ૬ ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપનાની ઉજવણી કરવામાં આવે છે.
ઇડર નગરપાલિકા ખાતે ઇડર નગરપાલિકા પ્રમુખ ડૉ. જસવંતકુમારી કુંપાવત, ચીફ ઓફિસર એલ. બી. દેસાઈ, ઇડર પી.આઈ.પી.એલ.વાઘેલા, જીલ્લા હોમગાર્ડઝ કમાન્ડર કિરણ પરમાર તથા નગરપાલિકા સદસ્યો અને શહેર અગ્રણીઓની ઉપસ્થિતિમા ડૉ. બાબાસાહેબ આંબેડકરને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી અને હોમગાર્ડઝની નિષ્કામ સેવાઓને બિરદાવવામાં આવી હતી.
ઇડર નગરપાલિકા પ્રમુખ ડૉ. જસવંતકુમારી કુંપાવત અને હાજર મહેમાનો દ્વારા ઝંડી ફરકાવી વિશાળ મશાલ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જે ઇડર નગરપાલિકાથી મેઈન બજાર થઈ ત્રણ રસ્તા આંબેડકર સર્કલ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બે મિનિટ મૌન પાળી તેમને શ્રધ્ધાંજલી આપી પ્રતિમાને ફૂલહાર કરી ‘બાબા સાહેબ અમર રહો ’ અને ‘જય ભીમ’ના નારા લગાવવામા આવ્યાં હતાં. હોમગાર્ડઝ સ્થાપના દિન અને ડૉ. બાબાસાહેબ આંબેડકર પરીનિર્વાણ દિન નિમિત્તે ઇડર શહેરના અગ્રણીઓ અને નગરપાલિકા અધિકારીઓ , પદાધિકારીઓ અને હોમગાર્ડ યૂનિટ ઇડર, કુકડીયા, ઉમેદગઢના મહિલા અને પુરુષ હોમગાર્ડઝ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

अनुच्छेद ३७० के प्रावधान हटाना साहसिक निर्णय : रुपाणी

aapnugujarat

હિંમતનગરમાં સ્ક્રેપની દુકાનમાં યુજીવીસીએલનું મટીરીયલ જોવા મળ્યું

aapnugujarat

સુરતનાં ૧૬ થિયેટરોમાં પદ્માવત નહીં બતાવાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1