Aapnu Gujarat
સ્વસ્થતા

જો શરીર પર જામી ગયા છે થર, તો થઈ શકે છે આ એક બીમારીથી મોત

આપણે આખા દિવસ દરમિયાન કોઈક ને કોઈ પાસેથી તો સાંભળતા જો હોઈશું કે રોજ કસરત કે વર્ક આઉટ કરવું ખૂબ જ અગત્યનું અને જરૂરી છે. બહુ બધા લોકો તો તેમની ફીટનેસ પાછળ ઘણી બધી મહેનત પણ કરતા હોય છે. તો ઘણાં લોકો ફક્ત પોતાના ડાયટ ઉપર જ વધુ ધ્યાન રાખતા હોય છે. તો કેટલાંક લોકો ફક્ત ભૂખ્યા રહીને પણ પોતાના શરીરને ફીટ અને હેલ્ધી રાખવાનો બને એટલો પ્રયત્ન કરતા હોય છે. કેમ કે આ દરેક બાબતોનું સરખી રીતે ધ્યાન રાખવામાં ન આવે તો શરીર પર ચરબીના થોડા થર જામતા વાર પણ નથી લાગતી. આમ તો મેદસ્વિતા સાથે ઘણા રોગો જોડાયેલા છે. તેથી શરીરનું વજન જાળવી રાખવું એ ખૂબ જ અતિ મહત્વનું છે. મેદસ્વિતા ધરાવતા લોકોમાં કાર્ડિયોવાસ્ક્યુલર રોગનાં જોખમ સાથે ફેફસા પર પણ તેની અસર થાય છે. ફેફસામાં ચરબી જમા થવાના કારણે અસ્થમા થવાનું જોખમ વધી જાય છે.

‘યુરોપિયન રેશ્પિરેટોરી’ નામની મેડિકલ જર્નલમાં સાબિત થયેલ એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. આ રિસર્ચ પ્રમાણે ફેફસાનાં એરવેઝ એટલે કે ઓક્સિજનની અવરજવર કરવાની જગ્યાએ જ ફેટ જમા થવાના કારણે અસ્થમા થવાનું જોખમ વધી જય છે. શરીરમાં બોડી માસ ઇન્ડેક્સની વધારે પ્રણામ થી એરવેઝ પર ફેટ જમા થવાનું જોખમ પણ વધે છે સાથે સાથે આ એરવેઝ પર ફેટ જમા થવાથી ઓક્સિજનના પ્રવાહને તે ખૂબ જ અસર પણ કરે છે.

ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો દ્વારા થયેલા આ રિસર્ચમાં પોસ્ટમોર્ટમ માટેનાં ફેફસાના 52 અલગ અલગ સેમ્પલ્સ લઈ તેના પર કરવામાં પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેનાથી 15 લોકોને અસ્થમા હતો અને 37 લોકોને અસ્થમા ન હતો. જેમાંથી 21 લોકો તો એવા હતા જેમના મૃત્યુનું કારણ કંઈક અલગ જ હતું.

આ રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું હતું કે ફેફસાનાં એરવેઝ પર ફેટ જમા થાય છે. પ્રયોગમાં માઈક્રોસ્કોપની મદદથી ફેફસામાં રહેલાં 1373 એરવેઝનું અલગ અવલોકન કરવામાં આવ્યું હતું. આ એરવેઝમાં રહેલાં ફેટનાં પ્રમાણની અનુલક્ષીને વ્યક્તિનાં બોડી માસ ઇન્ડેક્સ સાથે કરવામાં આવી હતી. તેમાં સામે આવ્યું કે શરીરમાં બોડી માસ ઇન્ડેક્સની વધારે માત્રાથી એરવેઝ પર ફેટ જમા થવાનું જોખમ વધે છે. રિસર્ચમાં સમાવેશ વૈજ્ઞાનિક નોબલ કહે છે કે, ફેફસાના એરવેઝ પર ફેટ એકઠું થવાથી ઓક્સિજનના પ્રવાહને તે ખૂબ જ અસર કરે છે. જેના લીધે અસ્થમા થાય છે.

Related posts

શિયાળામાં ખરાબ સ્કિનની સમસ્યાને દૂર કરવા માટે કરો આ ઉપાય

aapnugujarat

3 Fitness goals you need to ditch immediately, according to a pro

aapnugujarat

ઘરમાં આ પાંચ છોડ લાગવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે.

aapnugujarat

Leave a Comment

UA-96247877-1