Aapnu Gujarat
ગુજરાત

ભરૂચમાં વણકર સમાજ દ્વારા સહકારી મંડળીનો પ્રારંભ કરાયો

ભરૂચમાં ધી ભરૂચ જીલ્લા નવચેતના બચત, ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ. નામની રજીસ્ટર્ડ મંડળી બનાવવામાં આવી છે જેમાં વણકર સમાજના ૧૧૧ અગ્રણીઓએ રૂ.૧૦૦૦ ના શૅરથી શુભ શરૂઆત કરી છે. અનુસૂચિત જાતિના જરૂરિયાતમંદોને ઓછા વ્યાજથી ધિરાણ કરી આર્થિક રીતે પગભર બનાવવાના ઉમદા હેતુસર તા. ૧.૧૧.૨૦૧૯ને લાભપાંચમના રોજ એનો પ્રારંભ થઈ રહ્યો છે.
આ મંડળીની પ્રથમ બેઠકમાં ચેરમેન તરીકે સિનીયર એડવોકેટ અને સમાજના અગ્રણી આગેવાન રાજેન્દ્ર સુતરિયા, વાઈસ ચેરમેન તરીકે બેંકઑફ બરોડાના નિવૃત મેનેજર ચંદ્રકાન્ત જંબુસરીઆ અને ઑનરરી સેક્રેટરી તરીકે નિવૃત તલાટી અને કિસાન સંઘના અગ્રણી હરીશ પરમાર અંદાડાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. ઉપરાંત સમાજના વિવિધ ક્ષેત્રના ૧૧ આગેવાનોની વ્યવસ્થાપક સમિતિ બનાવવામાં આવી છે જે મંડળીના ટ્રસ્ટી તરીકે વહીવટ કરશે. આ વહીવટકર્તાઓને સમગ્ર પરગણા વણકર સમાજ તરફથી નૂતન વષૉ અભિનંદન.

Related posts

તાજમહાલના પર્યટકો ઘટ્યાઃ વારાણસીની રોનક પાછી ફરી

aapnugujarat

સાબરકાંઠા એલસીબીએ વિદેશી દારૂ ઝડપ્યો

aapnugujarat

ભાવનગરમા મુસ્લિમ બિરાદરો દ્વારા સાદગી પૂર્વક ઈદની ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1