Aapnu Gujarat
ગુજરાત

દિવાળીની સાંજે સોમનાથ મહાદેવનું મંદિર દીવડાઓથી ઝળહળી ઉઠશે

પ્રકાશના પર્વ દિવાળીની સાંજે સોમનાથ મહાદેવ મંદિરનો નજારો દર્શનાર્થીઓ માટે એક અનોખી અનુભૂતિ બની રહે છે. દિવાળી તેમજ બેસતા વર્ષે સોમનાથ મંદિર હજારો દીવડાઓથી ઝળહળી ઉઠશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી યોજાતા આ દીપ દર્શન અંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે દિવાળી તેમજ નવા વર્ષની સાંજે સોમનાથ મંદિર જવાના માર્ગને તેલયુક્ત પ્રાચીન ભારતીય પરંપરાના દીવડાઓની રોશનીથી પ્રજ્જવલીત કરવામાં આવશે. મંદિરમાં આવેલા સ્થંભોની આસપાસ દીપમાળા સુશોભિત કરવામાં આવશે અને મંદિરના નૃત્યમંડપમાં રંગબેરંગી આકર્ષક નયનરમ્ય રંગોળી પૂરવામાં આવશે અને તેની ફરતે પણ દીવડાઓની દીપમાળા કરાશે તેમજ ભગવાન સોમનાથ મહાદેવને દિવાળી નૂતન વર્ષે દિપ શ્રૃંગાર સાથે વિશેષ શણગાર કરવામાં આવશે.
સોમનાથ ટ્રસ્ટ હસ્તકના અતિથી ગૃહોને રંગબેરંગી રોશનીઓથી ઝળહળતા કરાશે અને અતિથીગૃહોના પટાંગણમાં આતશબાજી કરી દુર-સુદુર પોતાના વતનથી દિવાળીના પર્વમાં સોમનાથ આવેલ દર્શનાર્થીઓ અહીં પણ ઝગમગારા ઝળહળા રોશનીમાં નહાતા મંદિર રોશની નિહાળવું અનેરો અવસર મળશે.
જોગાનુજોગ સોમનાથ મંદિર ખાતે પ્રતિમાસ યોજાતી માસિક શિવરાત્રી પણ આ પર્વ શ્રંખલા સાથો-સાથ શનિવારે હોય જેથી શિવરાત્રીની મહાપૂજા, જ્યોતપૂજા અને મંદિર તે દિવસે સવારના ૬ વાગ્યાથી રાત્રિના ૯ વગ્યા સુધી ખુલ્લું રહેશે જેથી ભાવિકો દર્શન ધન્ય પ્રાપ્ત કરી શકશે. આ પર્વ પ્રસંગે કરાતી તેલયુક્ત પ્રાચીન પરંપરની દીવડા રોશની “ દીપ જ્યોતિ નમોસ્તુતેઃ તમસો મા જ્યોર્તિર્ગમય” નિહાળવાનો દિવાળીની રજાઓમાં સોમનાથ આવતા યાત્રિકોને આ દિવ્ય દીપ વૈભવ નિહાળવા દર્શનનો દિવ્ય અવસર બને છે.
(તસવીર / અહેવાલ :- સુરેશ ચાંડપા, સોમનાથ)

Related posts

દિયોદર તાલુકાના ધરમપુરા (લુદરા)થી ધ્રાંડવ રૂટની એસ.ટી.બસ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં આનંદ

aapnugujarat

શહેરા તાલુકાના લાભી ગામે કાચા રસ્તાથી ગ્રામજનોને હાલાકી

editor

સીમલીયા ગામમાં દીપડાએ બાળક પર કર્યો હુમલો

editor

Leave a Comment

UA-96247877-1