Aapnu Gujarat
ગુજરાત

સીમલીયા ગામમાં દીપડાએ બાળક પર કર્યો હુમલો

પંચમહાલ જિલ્લાના ઘોંઘબા તાલુકાના સીમલીયા ગામે આવેલા એક મકાનમાં રાત્રિના સમયમાં દીપડો ઘુસી જઈને માસુમ બાળકને ખેંચી જવાનો પ્રયત્ન કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. હુમલાથી ઘાયલ થયેલા બાળકને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં મા દાખલ કરાયો છે. બનાવને પગલે વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઘોંઘબા તાલુકો જંગલ વિસ્તાર ધરાવતો હોવાથી અહીં દીપડા રહેણાંક વિસ્તારમાં ઘુસી આવતા હોવાની ઘટનાઓ છાશવારે બનતી રહે છે.
પ્રાપ્ત વિગતો અનુસરાત ઘોઘંબા તાલૂકાના સીમલિયા ગામના ધરમ ખેતર ફળીયામાં કાંતાબેન બારીયા પોતાના ૨ વર્ષના માસૂમ બાળક સાથે નિંદ્રાધીન હતા તે દરમિયાન બંધ દરવાજાને ધક્કો મારીને દીપડો ઘરમાં ઘુસીને બાળકને ખેંચી જવાનો પ્રયત્ન કર્યો હતો. બાળકની ચીસાચીસ સાંભળી જતા માતા કાંતાબેન જાગી જતા તેઓ પણ હેબતાઈ ગયા હતા. તેમણે હિંમત કરીને પોતાના બાળકને દીપડાની પકડમાંથી છોડાવા ખેંચ્યો હતો જેમાં બાળકને ઇજા પહોંચી હતી. બુમાબુમ કરતા આસપાસના લોકો એકત્ર થઈ જતા દીપડો ભાગી ગયો હતો. બાળકને તાત્કાલિક ૧૦૮ સેવા મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
બનાવના પગલે વન વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યાં હતાં જ્યાં દીપડાના પગના નિશાન જોવા મળ્યાં હતાં તે જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિકોમાં દીપડો માનવભક્ષી બન્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઘોઘંબા તાલુકો ગીચ જંગલથી આચ્છાદિત છે જેમાં સરહદી વિસ્તારમાં આવેલા સીમલિયા, બોર, ચાઠા, ચાઠી, માલુ,કાટુ ગામોમાં દીપડાના આંતકથી ભયનો માહોલ વ્યાપ્યો છે. વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવાની કાર્યવાહી કરવામાંઆવે તેવી માંગ કરવામા આવી રહી છે.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

સમગ્ર પરગણા વણકર સમાજ દ્વારા વણકર દિવસની ઉજવણી કરાઈ

editor

જુનીધરીના યુવાનો “આપ” મા જોડાયા

editor

ઉનાળુ મગફળીના વાવેતરમાં આ વર્ષે પણ ભાવનગર નંબર વન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1