Aapnu Gujarat
ગુજરાત

સમગ્ર પરગણા વણકર સમાજ દ્વારા વણકર દિવસની ઉજવણી કરાઈ

સમગ્ર પરગણા વણકર સમાજ દ્વારા ૧ ઓક્ટોબરના રોજ વણકર દિન નિમિત્તે કડી તાલુકાના નંદાસણ ગામમાં જોધલ પીર વંશજ કેસરડીના મહંતશ્રી લાલદાસ બાપુ, શ્રી રાજલસિકોતર ધામ વિજાપુરડા ધામના શ્રી પ્રવિણ જયમાડી, બાબરીવાળા મંદિર જાકાસણના ગુરૂ હર્ષદરાય બાપુનું ભવ્ય સામૈયુ કરવામાં આવ્યું હતું.

વણકર દિવસની ઉજવણી પ્રસંગે ગુજરાતના કર્મશીલ વણકર આગેવાનો, સમાજ સેવીઓ મહાનુભાવોનું સુતરની આંટી, શિલ્ડ અને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. નંદાસણ ગામના વણકર સમાજના વડીલોને સ્ટીલની લાકડી અને વીરમાયા દેવના કેલેન્ડરથી સન્માન કરાયું સમાજના જરૂરિયાતમંદોને અનાજની કિટો આપવામાં આવી હતી.

સમગ્ર ગુજરાતમાં સમાજ સેવા સાથે સંકળાયેલા સમાજના સંતો મહંતો જોધલપીર વંશજ કેસરડીના મહંતશ્રી લાલદાસ બાપુ, શ્રી રાજલસિકોતર ધામ વિજાપુરડા ધામના શ્રી પ્રવિણભાઈ જયમાડી, બાબરીવાળા મંદિર જાકાસણના ગુરૂ હર્ષદરાય બાપુ તેમજ કર્મશીલ વણકર આગેવાનો અને સમાજ સેવીઓ, પત્રકારો મહાનુભાવ પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ મકવાણા, મહેન્દ્રભાઈ મકવાણા, રમેશભાઈ પરમાર, ‘આપણું ગુજરાત’ દૈનિકના તંત્રી દેવેનભાઈ વર્મા, હરેશભાઈ સોલંકી, સુરેશભાઈ સોલંકી, નરેન્દ્રભાઈ વાણિયા, રાજેન્દ્ર હિરવાણીયા, નિલેશભાઈ આચાર્ય, નરેશભાઈ કે રાઠોડ, પ્રવિણભાઈ સોલંકી, કાંતિભાઈ મકવાણા, મંગળભાઈ મકવાણા, નંદાસણના સરપંચ ભીખાભાઇ એસ. મકવાણા, પૂર્વ સરપંચ પ્રવિણભાઈ મકવાણાનું સુતરની આંટી, શિલ્ડ અને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. મુસ્લિમ આગેવાન પૂર્વ સરપંચ અહેમદહુસેન એમ સૈયદ, જયવંતસિહ જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

જોધલપીર વંશજ કેસરડીના મહંતશ્રી લાલદાસ બાપુ, શ્રી રાજલસિકોતર ધામ વિજાપુરડા ધામના શ્રી પ્રવિણભાઈ જયમાડી, બાબરીવાળા મંદિર જાકાસણના ગુરૂ હર્ષદરાય બાપુના વરદ હસ્તે ડૉ. બાબા સાહેબ આંબેડકર અને શ્રી વીરમાયા દેવના તૈલ ચિત્રને છબી પુષ્પાંજલિ અને દીપ પ્રાગ્ટય કરી ઉજવણી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. ઉપસ્થિત સંતોએ આર્શીવચન આપ્યા હતાં. ઉપસ્થિત મહાનુભાવોએ વણકર દિનની મહત્વતા સમજાવી હતી. તરૂણભાઈ સોલંકી તેમજ સોનલબેન તપોધન ગ્રુપ દ્વારા ભજન સંત્સગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર પરગણા વણકર સમાજના પ્રમુખ ભીખાભાઈ એ. મકવાણા તેમજ સતનામ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાહુલભાઈ જી. કાપડીયા, જીગ્નેશ કાપડિયાએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

૯૮ લાખની દિલધડક લૂંટનો મામલો : સીએમએસ કંપનીના કર્મી પિયુષ પરમારની ધરપકડ

aapnugujarat

लोकसभा चुनाव के पहले गुजरात भाजपा मुसीबत में

aapnugujarat

શામળ પટેલની ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેનપદે વરણી

editor

Leave a Comment

UA-96247877-1