Aapnu Gujarat
ગુજરાત

દિયોદર તાલુકાના ધરમપુરા (લુદરા)થી ધ્રાંડવ રૂટની એસ.ટી.બસ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં આનંદ

દિયોદર તાલુકાના ધરમપુર (લુદરા )થી ધ્રાંડવ ગામ તરફ જવા માટે વર્ષોથી એક પણ એસ.ટી. બસની સુવિધા ઉપલબ્ધ ન હતી જેથી આ ગામના અભ્યાસ માટે દિયોદર આવતા વિદ્યાર્થીઓને અને ગ્રામજનોને પ્રાઇવેટ વાહનોની સાથે મુસાફરી કરવી પડતી હતી અને આ અંગે ગ્રામજનોએ રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી અને વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણને રજૂઆત કરી હતી જે રજૂઆતના પગલે રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ દિયોદર એસ.ટી વિભાગને ભલામણથી દિયોદર (લુદરા) ધરમપુરા ધ્રાંડવ સુધી એસ.ટી બસની સુવિધા ચાલુ કરવામાં આવી હતી અને આ સુવિધાથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં આનંદ છવાયો હતો તેમજ ધરમપુર ખાતે બસ આવતા ગ્રામજનોએ બસ ઊભી રખાવી ડ્રાઈવર-કંડકટરને મોં મીઠું કરાવી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને એસ.ટી.વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ગ્રામજનો દેહળાજી ઠાકોર, અરજણજી ઠાકોર, વિરમજી ઠાકોર, દિનેશજી ઠાકોર,પાંચાજી ઠાકોર સહિત ગ્રામજનો હાજર રહ્યા હતાં.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં બીજા દિવસેય વરસાદ : અમદાવાદમાં પણ વરસાદની ધીમી ધારે શરૂઆત

aapnugujarat

આગામી પાંચ વર્ષ જનભાગીદારી અને જનચેતનાના જ રહેશે : મોદી

aapnugujarat

સુરેન્દ્રનગરના લખતર ખાતે પાઇપ લાઇન યોજનાનું ખાતમુહૂર્ત

editor

Leave a Comment

UA-96247877-1